________________
આત્મતત્વ
૨૨૧
૨૦ તીર્થંકરો સદૈવ અસ્તિત્વ ધરાવે છે. અત્યારે સીમંધરાદિ ૨૦ તીર્થંકરો વિદ્યમાન છે. ૧૫ ક્ષેત્રોમાં અજીતનાથ ભગવાનના અસ્તિત્વ વખતે ૧૭૦ ઉત્કૃષ્ટ તીર્થંકરો હતા.
સંસાર ઘણો બિહામણો અને ભયંકર છે. કલ્યાણમંદિરની ગાથા ૪૧માં જણાવ્યું છે કે આવા બિહામણા સંસારમાંથી તારનારા તારક તીર્થંકરો કાર્યરત હોય છે જ.
તેનાથી વિપ૨ીત કક્ષાનું મોક્ષનું સ્વરૂપ છે. સંસારમાં જ રાગ-દ્વેષ, સુખદુ:ખ, ગત્યંતર, જન્માંતર જે જે છે તેમાંનું કશું મોક્ષમાં નથી. કારણ કે મોક્ષ એ આત્માની કર્મરહિત અવસ્થા છે, દુઃખરહિત અવસ્થા છે, જન્મ-મરણ રહિત અવસ્થા છે. જે બધું કર્મજનિત જ છે. કર્મો નથી માટે ત્યાં જન્મ-મરણાદિ કશું જ નથી. તેથી તેના ફળરૂપે ગત્યંતર, જન્માંતર, ભવાંતર કશું જ નથી. ત્યાં જન્મ-મરણના અભાવે યોનિ પણ ન જ હોય. જીવવિચારમાં સ્પષ્ટ કહ્યું છે કે ‘સિદ્ધાણં નત્યિ દેહો ન આઉ ન કમાંં ન પાણજોાિઓ.' તેથી તેઓ અશરીરી અકર્મી છે. એકમાત્ર શુદ્ધ આત્મા તરીકે છે. શુદ્ધ એટલે કર્મ વગરના. કારણ કે કર્મો વડે આત્મામાં અશુદ્ધિ પ્રવેશે છે. કર્મો ન હોય તેથી આત્મા શુદ્ધ સ્વરૂપે જ હોય. આવી છે મોક્ષાવસ્થા. સિદ્ધોનું પવિત્ર ધામ, પવિત્ર મોક્ષ જે શાશ્વત છે. ત્રણે કાળમાં શાશ્વત છે. અનંતકાળ પૂર્વે હતું અને અનંતકાળ પછી પણ શાશ્વત જ રહે છે. મોક્ષ ત્રણે કાળમાં શાશ્વત છે, અસ્તિત્વમાં રહેવાનો છે. તેથી સંસાર અને મોક્ષ બંને દ્વૈતોની સત્તા શાશ્વત છે. મોક્ષમાં ગયા પછી આત્માને સ્થિરતા પ્રાપ્ત થઈ જાય છે. અનંતકાળે પણ શાન્તિ નષ્ટ થાય તેમ નથી, હણાય તેમ નથી. ત્યાં સુખ પણ આનંદનું સ્વરૂપ લઈ અનંતકાળનું બની જાય છે જે સ્વસંવેદ્ય છે, વર્ણનાતીત છે. કેવલીગમ્ય છે. સંસારનું સ્વરૂપ આનાથી તદ્દન વિપરીત છે.
જૈનદર્શનમાં આત્માની ઉચ્ચત્તમ વિકસિત સ્થિતિ માટે માત્ર evolution નથી. તેમાં ઉત્ક્રાંન્તિની સાથે અપક્રાન્તિને પણ સ્થાન આપ્યું છે. જેમકે ઉપશમક્ષેણિએ આરૂઢ થયેલા જીવને માટે ૧૧મે ગુણસ્થાનકે પહોંચ્યા પછી પડવાનું જ મુકરર થયેલું છે. તે જીવ ગબડતો ગબડતો પડતાં પડતાં ૨, ૧ તથા ઠેઠ નિગોદ સુધી પણ જઈ શકે છે. જ્યારે ક્ષપકશ્રેણિ જીવ ૧૦ મેથી ૧૧મે ન જતાં સીધો ૧૨, ૧૩, ૧૪ ગુણસ્થાનકે આરોહણ કરે છે. ૧૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org