________________
૨૦૬
જૈન ધર્મના પુષ્પગુચ્છા અનિવૃત્તિકરણાદિ કરી આત્મશક્તિ ફોરવી ગ્રંથભેદ થવાથી સમ્યકત્વ પામે જ, બસ બેડો પાર થઈ જાય. કેમકે જે દિવસે સમ્યકત્વ પામે ત્યારથી જ મોક્ષ સુનિશ્ચિત થઈ ગયો હોય છે. હવે આવો જીવ અર્ધપુદગલાવર્તકાળમાં અવશ્ય મોક્ષ મહેલમાં મહેમાન થાય જ. આ વાતને નવતત્ત્વકારે સિદ્ધાન્ત રૂપે આમ ફરમાવી છે:
અન્તોમુહુત્ત મિત્ત પિ ફાસિય ઉજ્જ જેહિ સમ્મત્ત |
તેસિં અવડુઢ પુગ્ગલ, પરિયટ્ટો ચેવ સંસારો !' એટલે કે ફક્ત અંતર્મુહૂર્ત અર્થાત્ બે ઘડી જેટલા સમય માટે જે ભવ્ય જીવે સમ્યકત્વનો સ્પર્શ સાધી લીધો છે તેને માટે હવે સંસાર ફક્ત અર્ધપગલપરાવર્ત કાળ જ શેષ રહે છે; જે પહેલાં અનંતપુગલપરાવર્તકાળનો હતો જેમાં અનાદિ મિથ્યાત્વના કારણે અનંતપુદ્ગલપરાવર્તકાળનો હતો જે સંસારમાં વીતી ચૂક્યો છે. પરંતુ ૧ પગલપરાવર્તકાળ અસંખ્ય વર્ષનો હોય છે જેની ગણતરી કરી શકાય એમ નથી. હવે તો કિનારો દૃષ્ટિ સમક્ષ હોવા જેવું લાગે, પરંતુ આ કાળ દરમ્યાન પણ હજુ અનંત ભવો કરવાના હોઈ શકે. અભવી જીવ માટે અનંતકાળે પણ મોક્ષ દુર્લભ રહેવાનો, રહે છે ! સમ્યકત્વી જીવે જાણવા જેવું એ છે કે સમ્યકત્વી જીવે ભૂતકાળમાં અનાદિ અનંતકાળ નિગોદમાં, તેમજ સંસાર ચક્રમાં જ ૪ ગતિઓમાં, ૮૪ લાખ જીવ યોનિઓમાં જન્મ-મરણ, જન્મ-મરણ ધારણ કરતાં કરતાં વીતી જતા હોય છે ને ? જો સમ્યકત્વી જીવ વિશેષ સુપુરુષાર્થ કરીને સમ્યગુ જ્ઞાન, ચારિત્ર, તપાદિની આરાધના ઉત્તમ રીતે કરી લે તો અલ્પ સમયમાં અલ્પ ભવોમાં સંસારનો અંત લાવી શકે છે.
મોક્ષે ગયા પછી ત્યાં કાળનો અંત આવવાનો નથી. અનંતકાળે પણ અંતની શક્યતા નથી માટે સિદ્ધાવસ્થામાં અનંતકાળ રહેવાનું ઘટવાનું નથી કારણ કે મોક્ષે ગયેલો જીવ સિદ્ધશિલા પર કાયમનો રહેવાસી બની જાય છે.
અનંતા જીવોની અપેક્ષાએ સંસાર અનાદિ-અનંત છે. જ્યારે સમ્યકત્વી જીવની અપેક્ષાએ સંસાર અનાદિ-સાત છે. જીવો ભવી હોય કે અભવી તેમનું જીવત્વ સ્વરૂપ નષ્ટ થવાનું નથી. આ સંસાર શાશ્વત છે તેનો સર્વથા નાશ કે મહાપ્રલય થવાનો જ નથી, થયો નથી, થવાનો પણ નથી. તેથી અન્ય દાર્શનિકો પ્રમાણે સંભવામિ યુગે યુગેની સંભાવના જ નથી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org