________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે જીવી જાણવું જોઇએ. ભગવાનની આજ્ઞાનુસાર જીવીને પણ અપ્રત્યાખ્યાની કષાયો દેશથી વિરતિ પાલવામાં અંતરાય કરે જે તેમની પ્રબળતા સૂચવે છે. આવાં સમ્યગ્દષ્ટિ જીવો અપ્રત્યાખ્યાની કષાયોનો ઉદય છતાં તિર્યંચગતિના આયુષ્યને ઉપાર્જતા નથી પણ ઉદય જો જો૨ાવ૨ થી જાય અને સમ્યગ્દષ્ટિ આત્મા ગાફેલ બની જાય તો એ કષાયો સ્વમિત્ર અનંતાનુબંધી કષાયોને ઘસડી લાવે તેથી તે સમ્યક્ત્વ ગુમાવી દે, તેનું વમન થઈ જાય, નષ્ટ પણ થઈ જાય. ક્ષાયિક સમ્યક્ત્વના ધણીને અપ્રત્યાખ્યાની કષાયો ઉદિત થાય તો દેશવિરતિ પામી ન શકે ! તેઓનો વિરતિ પ્રત્યે અસાધારણ કોટિનો રાગ હોય છે. બધાં ક્ષાયિક સમ્યક્ત્વધારી હોતા નથી ક્ષાયોપશમિક ગુણી આત્માઓ પોતાના સમ્યગ્દર્શન ગુણને નિર્મળ બનાવવાનો પ્રયત્નવાળા હોય જ. તેમણે શ્રી જિનેશ્વદેવની સેવા તથા નિગ્રંથ મુનિવરોની ઉપાસનાદિ કરતાં રહેવું જોઇએ તેમ જ તત્ત્વોના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કર્યા કરવો જોઇએ. હું એકાંતે આ માર્ગસેવી રહ્યું એવું ચિંતન કરતા રહેવું જોઇએ.
મુમુક્ષ જીવોએ વિ,યનો સંગ ત્યજ્વો જોઇએ કારણ કે તે જીવની લોભવાસનાનો ઉદ્બોધક છે. વિષયનો સંગ ન હોય તો લોભવાસનાને જો૨ કવ૨ાની જગ્યા મળતી નથી. વિ,ય-કષાયજનિત સુખ એ ખરેખર સુખ નથી, સુખાભાસ છે, વાસ્તવિક સુખ આત્મામાં રહેલું છે અને તે ઘાતી અથાતી સર્વ કર્મોના ક્ષય થકી જ મળે છે.
.
શુદ્ધ સમ્યગ્દૃષ્ટિ આત્માને વિષયનું ઝેર ચઢતું નથી કારણ કે તેઓ માટે વિષયો વિષે તુલ્ય છે, એવો વિવિક જાગૃત હોય છે. વિજયા શેઠ–શેઠાણીનો અભિગ્રહ સુવિદિત છે. એકને શુકલ પક્ષમાં, બીજાને વદ પક્ષમાં શિયળ પાળવાનો અભિગ્રહ હતો. લગ્ન બાદ શ્રીમતી વિજયા શેઠાણી વિલાસ ભવનમાં બનીઠની રૂમઝુમ કરતી આવી ત્યારે શેઠે કહ્યું કે નિયમને ત્રણ દિવસ બાકી છે, માટે તે પછી. બન્નેને નિયમની પરાધીનતા ન હતી. કંઈક ખિન્ન થવા છતાં પણ વસ્તુતત્ત્વની સાચી જ્ઞાતા તેણીએ કહ્યું કે આપના ત્રણ પૂરા થાય છે પમ મારા પંદર શરૂ થાય છે. વળી વિચારે છે કે સોનામાં સુગંધ ભળી. બહુ જ અનુપમ થયું ! જે ઇરાદે પંદર ત્યજ્યા તે જ ઇરાદે બીજા પંદરનો ત્યાગ કરી શેઠાણીને કહ્યું કે આપણે એક સ્થાનમાં રહીશું પણ શીલને પૂરેપૂરી રીતે પાળીશું. વિષયચિંતન અને તત્ત્વચિંતનમાં મગ્ન રહીશું. ઘણું જ અનુપમ થયું ! જે ઇરાદે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org