________________
કર્કશ કષાયોનો કંકાશ પંદર ત્યજ્યા હતા તે જ ઇરાદે હવે બીજા પંદરનો ત્યાગ કરું છું. એક પથારીમાં સુઈશું અને વચ્ચે તલવાર રાખીશું. અમારા લાખ લાખ વંદન ! તમારા અવ્વલ કોટિના બ્રહ્મચર્યપાલનના ગુણગાન પરમાત્મા નેમિનાથના મોઢે થયાં.” (હું શ્રાવક હું પૃ. ૧૦૪). વિષયવિજયી અખંડ બ્રહ્મચારી વિજયા શેઠશેઠાણી દંપતીએ ભદ્રેશ્વરમાં ભગવતી દીક્ષા લીધાનો ઉલ્લેખ છે. જિનદાસ શ્રાવક કોઇકે વળી ભગવંતના ૮૪૦૦૦ (ચોર્યાશી હજાર) સાધુઓને ગોચરી માટે નિમંત્રણ આપવા માંગે છે. કેવળી ભગવંતે તેમને જણાવ્યું કે કચ્છના વિજય શેઠ અને વિજયા શેઠાણીને જમાડો તો આટલું પુણ્ય મળી શકે. વિષયો પર વિજય મેળવનાર યુગલના બ્રહ્મચર્યનું કેટલું અલૌકિક સામર્થ્ય અને તેજસ્વિતા !
સમ્યગદર્શનગુણને ધરાવનારો પુણ્યાત્મા એની ચિત્તશુદ્ધિ વિષયકષાયના ઝંઝાવાતને સમયે ઘણું સુંદર કામ આપે છે. અવિરતિથી તથા અનંતાનુબંધી સિવાયના કષાયોથી પુણ્યાત્માઓનું ચિત્ત સંક્ષુબ્ધ થાય એ શક્ય છે છતાં પણ તેઓ તે સમયે ઉપયોગશૂન્ય નથી હોતા ત્યારે ચિત્તની સંક્ષુબ્ધતા ઉપર કાબુ રાખી શકે છે. ચારિત્રમોહનીય કર્મ જો જોરદાર હોય તો અનંતાનુબંધી સિવાયના કષાયો જોરદાર હોય છતાં પણ સમ્યકત્વરૂપ શુદ્ધ આત્મપરિણામ વિદ્યમાન હોય તો પરિણામના બળે નિર્જરા કરી શકે છે. અવિરતિના અને કષાયોના જોરદાર ઉદય સમયે ઉપયોગશૂન્ય બની જાય, તેમાં તે ઘસડાઈ જાય તો તેણે સાધેલા મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમાદિને મલિન થઈ નષ્ટ થઈ જતાં વાર લાગતી નથી.
કષાય અને વિષયના પાયા પર સુદઢ ચણાયેલા સંસારરૂપી પ્રાસાદને નેસ્તનાબૂદ કેવી રીતે કરવો તે જરા વિચારીએ. કોઈપણ પ્રયત્ન વગર ભવાટવિમાં ભટકેલો જીવ યતાપ્રવૃત્તિકરણ કર્યું જ જાય છે. આગળ વધવા માટે સંવેગ, સંસારના દેખાતા સુખદુ:ખો પ્રત્યે નિર્વેદના ચિંતન દ્વારા શુદ્ધયથાપ્રવૃત્તિકરણ. તે પછી અપૂર્વકરણનું પરિણામ, જેનાથી રાગદ્વેષની તીવ્ર ગૂઢ, ગુહ્ય ગાંઠને કર્મગ્રંથિને ભેદવી પડે. તે ભેદાયા બાદ અનિવૃત્તિકરણ જેના વડે સમ્યકત્વની પ્રાપ્તિ.
સમ્યકત્વ મળે એટલે અર્ધપુદ્ગલપરાવર્તકાળથી ન્યૂન સમયમાં સુનિશ્ચિત મુક્તિ. સમ્યકત્વ ત્રણ પ્રકરે છે : ઓપશામક, લાયોપથમિક અને ક્ષાયિક. ઓપશમિક સમ્યકત્વ દર્શન સપ્તકના ક્ષય પછી ઉપલબ્ધ થાય. ભવાટવિમાં વધુમાં વધુ પાંચ વાર મળી શકે. લાયોપથમિક અનંતીવાર મળે, જ્યારે ક્ષાયિક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org