________________
કર્કશ કષાયોનો કંકાશ નિવૃતિ કરોતિ યો જેનમુખાસ્તુદોડ્યતઃ છે. દેવસિક પ્રતિક્રમમ પાળતાં ‘ભગવાન પાર્શ્વનાથ'ની સ્તુતિમાં ચઉક્કસાય પડિમલ્લુરશુ...સો જિણ પાસુ પયચ્છ વંછિલે છે. આ રીતે લાંબુ ન કરતાં ધાર્મિક અનુષ્ઠાન, ક્રિયાકાંડ, સક્ઝાયમાં ચાર કષાયોનો ઉલ્લેખ કરાયો છે. તેથી આપણે આ નિષ્કર્ષ પર સહજ રીતે આવી શકીએ કે વિષય અને કષાયો પર સંસારનો મહેલ ચણાયો છે ?
ભવાટિમાં ભટકતાં જીવો માટે કષાયોની પ્રચુરતા બરબાદી સર્જે છે તેવી રીતે તેની બાદબાકી આબાદી સર્જે છે.
ચાર કષાયો ક્રોધ, માન, માયા અને લોભ. એતવિષયક ચારેની સઝાય “શ્રી જિન નિત્ય કર્મ માર્ગોપદેશિકા' પૃ. ૫૨ થી પ૭ પર “કડવાં ફળ છે ક્રોધનાં, જીવ માન ન કીજીએ', સમકિતનું મૂલ જાણીયેજી, તમે લક્ષણ જોજો લોભનાંરે’ એમ ચારેયની સઝાયો પ્રગટ કરી છે.
અનુકંપા જે સમ્યગુદર્શનનું ચોથું લિંગ છે તેનો એવો ભાવ છે કે જેની રમણતા વધવાથી કષાયભાવ મંદ મંદ કોટિનો બનતો જાય. અનુકંપાહીનતા કષાયભાવની ઉત્તેજક છે અને અનુકંપાશીલતા કષાયભાવની શામક છે. આથી સમ્યકત્વી જીવો અનુકંપાશીલ બનીને ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓને બલહીનાદિ બનાવવાનું કાર્ય કરે તે સ્વાભાવિક છે. કષાયોનું જોર અનુકંપાભાવમાં અંતરાય કરનારું છે, અને અનુકંપાભાવનું જોર કષાયભાવને મંદ કરનારું છે. સમ્યકત્વ પામેલા આત્માઓના અપ્રત્યાખ્યાનાદિ કષાયો જોરદાર હોઈ શકે છે તેમ જ ક્ષાયિક સમ્યદષ્ટિ માટે પ્રસંગોપાત્ “એ ક્યાં અનુકંપાશીલ હતા” એવો પ્રશ્ન પ્રસંગ વિશેષને અનુલક્ષી પૂછી શકાય. તેથી સમ્યકત્વને વિષે નિર્મલ બનાવનારાઓએ તથા તેને સંરક્ષિત કરવા માટે અનુકંપાભાવને યત્નશીલ રહેવું જોઇએ.
અનુકંપાભાવ મિથ્યાષ્ટિ આત્માઓને તેમના મિથ્યાત્વના વમનમાં તેમજ સમ્યકત્વની પ્રાપ્તિમાં સહાયક બને છે. અનુકંપાભાવનું જોર કષાયો મંદ બનાવનારું હોવાથી મિથ્યાષ્ટિઓને સમ્યકત્વની પ્રાપ્તિમાં અનુકંપાભાવ સહાયક બને છે.
બોધિ આવતાની સાથે જ વિષય અને કષાયની તાકાત નબળી પડી જાય છે. બોધિવાળો આત્મા વિષયકષાયને મુક્તિસાધક બનાવી શકે છે. આટલી ચર્ચા પછી જાણવું જોઇએ કે કષાયો જીવના ભયંકર શત્રુઓ છો તો જાણી કષાયો ઉપર વિજય મેળવવા માટે ઉત્સાહિત બની વિષયો પર વિજય મેળવી શ્રી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org