________________
મોક્ષમીમાંસા અને એક જીવ નિગોદમાંથી બહાર નીકળે. સિદ્ધશિલાનું ક્ષેત્ર મર્યાદિત છે. તે ૪૫ લાખ યોજનના ક્ષેત્ર ફળવાળી છે. અત્યાર સુધીમાં અનંતાનંત જીવો મોક્ષ પામ્યા હશે અને અત્રે શાન્ત સ્થિતિમાં રહે છે. પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આટલી મર્યાદિત જગામાં તે બધાંનો સમાવેશ કેવી રીતે શક્ય છે ? અહીં આ ગાથામાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છેઃ
પરિમિયદેસેડતા હિમાયા ? મુત્તિવિરહિત્તાઓ Bયમ્મિ વ નાણાઈ દિઢીઓ વેળરુવમિ / ૧૮૬૦ ||
જેવી રીતે નૃત્ય કરનારી નર્તકીના ઉપર તે નૃત્ય જોનારા બધાંની દૃષ્ટિ એક પર થઈ શકે છે, અથવા એક નાની સોયના પર અનેકોની દૃષ્ટિ પડી શકે છે તેવી રીતે મોક્ષ મેળવનારાઓ વિરહ ન હોવાથી પરિમિત ક્ષેત્રમાં સમાઇ શકે છે.
બીજું ઉદાહરણ દીવડાઓનું છે. એક નાના ઓરડામાં ઘણાં દીવડાની જ્યોત સમાઈ શકે છે, દરેક સ્વતંત્ર છે, એક બીજામાં ભેગી થતી નથી, બધામાંથી બે-પાંચ-દશ દીવડાની જ્યોતને બહાર લઈ જઈ શકાય છે, જનારાની સાથે જ્યોત પણ જાય છે. તેવી રીતે અનેકાનેક મોક્ષ પામેલા એકત્ર રહી શકે છે. જ્યોત ભેગી પણ રહે, અલગ પણ થઈ શકે છે. આ રીતે અનેક મોક્ષ ગયેલા સ્વતંત્ર તથા એક સાથે રહી શકે.
વળી કાળપરંપરા અનાદિથી છે. કોનું શરીર પ્રથમ હતું, પ્રથમ નિગોદમાંથી કોણ નીકળ્યો ? પ્રથમ કોણ મોક્ષે ગયું ? આનો ઉત્તર આપવો અસંભવ છે. જેવી રીતે મરઘી પહેલાં કે ઇંડું ? રાત્રિ પહેલાં કે દિવસ ?
તેથી સિદ્ધોની આદિ કહેવી શક્ય નથી. પરિમિત સિદ્ધક્ષેત્રમાં સિદ્ધો સમાવિષ્ટ થઈ શકે છે. તે કહેનાર કેવળી ભગવંતો છે જેઓ જ્ઞાન, દર્શનના ઉપયોગ વડે બધું સાચું જોઈ તથા જાણી શકે છે. તેથી તેઓના પ્રરૂપિત વિષયોમાં શંકાને સ્થાન નથી કેમકે
તમેવ સર્ચ નિસ્સ કે જે જિણે હિ પઇયંમ્”
એક શંકા ઉદ્ભવે છે કે શું જીવ-કર્મના અનાદિ સંબંધનો નાશ થઈ શકે ? કેમકે કર્મપ્રવાદરૂપ સંસારમાં જીવ અનાદિ કાળથી છે. કાશ્મણવર્ગણાના પુદ્ગલો અનાદિ કાળથી છે. રાગ-દ્વેષની જીવની પરિણતિ અનાદિની છે. જેમ ખીણમાંથી નીકળતું સોનું માટી સાથે સંમિશ્રિત છે. શા માટે તે મિશ્રિત નીકળે ? મૂળભૂત અવસ્થામાં જીવ નિગોદમાં કર્મ સાથે મિશ્રિત હતો. નિગોદની ખાણમાંથી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org