________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૭૮
આપણે ઉત્પન્ન થયા છીએ. ૮૪ના ચક્રમાં સિદ્ધ થયેલા જીવના મહાઉપકારથી નિગોદમાંથી નીકળી ફરતા, કૂટતા, અથડાતા, ભટકતા મનુષ્યગતિમાં આવ્યા. આજ સુધી જીવની સાથે કર્મનો અનાદિ સંબંધ ચાલુ જ છે. કનકપાષાણવત્ સોનું તથા મારી અનાદિ કાળથી સંયોગાન્વિત જ છે. પ્રભાસ ગાધર એવું માને છે કે અનાદિનો અંત ન થાય. જો તેમનો વિયોગ ન થાય તો મોક્ષ કેવી રીતે સંભવે ? ઉપર જોયું તે પ્રમાણે ધમણ-અગ્નિના સંયોગે માટી અને સોનું છૂટા થઈ શકે. તેવી રીતે પ્રયત્ન વિશેષથી જીવ-કર્મ જે અનાદિ કાળથી ભેગાં છે તે જુદા થઈ શકે. ‘જ્ઞાન-ક્રિયાભ્યાં મોક્ષઃ' માની સાધનાથી આત્મપ્રદેશ પર લાગેલી કર્મરજકણો ખરી જશે. એક દિવસ સંયોગમાંથી છૂટી મુક્ત થઈ જશે. શ્રી પવિત્ર જિનાગમ નંદિસૂત્રમાં ઉપરનું સૂત્ર આપીને સમ્યગ્ જ્ઞાન-ચારિત્રની સાધનાથી ઘણાં કર્મ ખપી જાય છે. તેથી જ્ઞાની મહાત્મા શ્વાસોચ્છવાસમાં કર્મનો કચ્ચરઘાણ કરી શકે છે. આટલા ટૂંક સમયમાં અકલ્પ્સ, અદ્ભૂત કર્મની નિર્જરા કરે છે. તેની સાથે સમ્યગ્-ચારિત્ર ક્રિયાથી આશ્રવનો નિરોધથી સંવર કરી નિર્જરા વડે કર્મ ક્ષય કરે છે. તેથી ‘ભવ કોડી સંચિત્રં કમ્મ તવસા નિજ્જરિજ્જઈ.’
શું પર્યાયના નાશથી દ્રવ્યનો નાશ થાય ? દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી જીવની ચાર પર્યાય છે. જો પર્યાયનો નાશ થાય એટલે દેવ, મનુષ્ય, નારકી મરી જાય તો જીવ નષ્ટ થઈ જાય ? કેમકે મૃત્યુ પછી જીવ દેખાતો નથી, નષ્ટ થઈ ગયો. જેવી રીતે સોનાની વિંટી ઓગાળી તેમાંથી ચેઈન, બંગડી, નેકલેસ વગેરે બનાવી શકાય છે. અહીં વિંટી પર્યાયનો નાશ થવાથી શું સુવર્ણ દ્રવ્યનો નાશ થાય છે ? ના. કેમકે આ પ્રત્યક્ષ સિદ્ધ વાત છે. બીજું સંસારમાં સોની સુવર્ણના સેંકડો પર્યાયો, ઘાટ, આકૃતિઓથી આભૂષણાદિ બનાવે છે છતાં મૂળ સોનું નષ્ટ થતું નથી. તેવી રીતે જીવાત્મા મૂળ દ્રવ્યની દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી પર્યાય છે જે બદલાય છે કેમકે તે પરિવર્તનશીલ છે છતાં પણ મૂળ દ્રવ્ય જીવ કાયમ રહે છે. એક પર્યાયનો નાશ, બીજી પર્યાયની ઉત્પત્તિ. મનુષ્ય પર્યાય નષ્ટ થઈ પશુ-પક્ષીની બીજી પર્યાય જીવ ધારણ કરે છે. આ રીતે જીવાત્માએ અનન્ત પર્યાયો બદલી, અનન્ત જન્મ-મરણ ધારણ કર્યા જેમાં પર્યાયાન્તર્ગત જીવ એજ છે, બદલાતો નથી. તેથી પર્યાયના નાશથી દ્રવ્યનો નાશ થાય તે માન્યતા ખોટી છે. જીવની સંસારી પર્યાયના નાશથી ઉત્પન્ન થનારી મુક્તાવસ્થામાં જીવ દ્રવ્યનો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org