________________
મોક્ષમીમાંસા
૭૯ નાશ થાય તે માન્યતા ભૂલ ભરેલી છે. દીપકના નિર્વાણની જેમ દીપક ઓલવાતાં તે નષ્ટ થયો તેમ સંસારનો નાશ થતાં દીપકની જેમ જીવનો નાશ થાય તે યુક્તિ સિદ્ધ થતી નથી. કેમકે પર્યાય ઉત્પાદવિનાશશીલ છે જ્યારે દ્રવ્ય ધ્રુવ સ્વભાવી છે, નિત્ય છે, જેનો નાશ નથી, શાશ્વત છે, અવિનાશી છે. કેમકે ઉત્પાદ, વ્યય, ધ્રો, યુક્ત સત્ પર્યાય માત્ર ઉત્પાદવિનાશશીલ છે, પરંતુ દ્રવ્ય ધ્રુવસ્વભાવી છે, નિત્ય છે. જેનો નાશ નથી તે અવિનાશી શાશ્વત છે. જેથી જીવાત્મા નિત્ય, શાશ્વત તથા અવિનાશી સિદ્ધ થાય છે. મૃત્યુ પછી સંસારપર્યાયના અન્ન પછી જીવની સત્તા, અસ્તિત્વ માનીએ તો મોક્ષ સિદ્ધ થશે. દીપનિર્વાણના બૌદ્ધ સિદ્ધાન્ત પ્રમાણે જીવનો અભાવ મોક્ષ માનીએ તો કોઈના પણ અભાવને મોક્ષ માનવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. અભાવને મોક્ષ કહેવો તે અભાવને કંઈક છે એમ કહેવાનું થાય. તેથી અભાવ મોક્ષ ન મનાય. સંસારના અંત પછી એટલે કે જીવના મૃત્યુ પછી નિર્વાણ પછી જીવાત્મા નિત્ય રહે છે તો જ મોક્ષનું અસ્તિત્વ થઈ શકે. તેથી જીવાત્માનો મોક્ષ જ સત્ય પણ છે. જીવની નારક-મનુષ્યાદિ ચાર પર્યાયો નષ્ટ થતાં મુક્તિ પર્યાય ઉત્પન્ન થઈ શકે છે, જ્યારે આત્મદ્રવ્ય બંને પરિસ્થિતિમાં એટલે કે પર્યાયોનું નષ્ટ થવું અને મુક્તિ પર્યાયની ઉત્પત્તિમાં આત્મ દ્રવ્ય કાયમ, નિત્ય, અપરિવર્તનશીલ, અવિનાશી શાશ્વત રહે છે.
અત્રે પ્રભાસ ગણધર નવો પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે જેમ કર્મના નાશથી સંસારનો નાશ થાય છે તેમ જીવનો પણ નાશ થવો જોઇએ. કેમ કે કર્મ કોની સાથે બંધાય છે ? કર્મ કોના વડે છે ? જીવના લીધે જ ને ? જ્યારે કર્મનો સદંતર નાશ થાય-ક્ષય થાય ત્યારે કર્મના નાશ થવાથી જીવનો નાશ થવો જોઈએ. આથી મોક્ષનો પ્રશ્ન જ રહેતો નથી તેથી મોક્ષનો અભાવ માનવો યોગ્ય
છે.
કમ્મક સંસારો તન્નાસે તસ્ય જુજજાઈ નાસો | જીવત્તક—કયું તત્રાસે તસ્સ કો નાસો ? || ૧૯૮૦ તારી આ વાત કર્મનો નાશ થવાથી સંસારનો નાશ થાય એ માનવું યોગ્ય છે. પરંતુ જીવાત્મા કર્મનો બનેલો નથી. કર્મો જીવને નથી બનાવતા. ઉર્દુ જીવે કર્મનું સર્જન કર્યું છે. કર્મ જ્યારે જીવના અસ્તિત્વનું કારણ નથી તો પછી કર્મના નાશથી જીવનો નાશ કયા આધારે માની શકાય ? કારણનાશે કાર્યનાશનો સિદ્ધાન્ત સત્ય છે. પરંતુ કર્મ એ સંસારનું કારણ ખરું પણ કર્મ જીવનું કારણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org