________________
૮૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ નથી. તેથી કર્મના નાશ થકી જીવનો નાશ માનવો સદંતર અયોગ્ય છે. કર્મના અભાવથી જીવનો અભાવ નથી થતો. કર્મના નાશ પછી પણ જીવાત્મા રહે છે. મોક્ષ જીવાત્માનો છે નહીં કે કર્મનો. કર્મને લીધે, કર્મના સંબંધ-વિયોગથી, સંયોગના નાશથી મોક્ષ છે જે સિદ્ધ કરે છે કે આપણી વાત કર્મના સદંતર નાશથી સિદ્ધ થાય છે. તેથી જ પૂ. વાચકવર્ય ઉમાસ્વાતિ ભગવંત તત્ત્વાર્થસૂત્રમાં જણાવે છે કે “કૃત્નકર્મક્ષયો મોક્ષ:' કુન એટલે સદંતર, સમુચા, સંપૂર્ણ કર્મોનો (આઠ) સર્વથા નાશથી મોક્ષ થાય.
ખાણમાંથી નીકળતું સોનું જેમ પ્રારંભાવસ્થામાં માટીથી મિશ્રિત હોય છે તેમ આત્મા સંસારી અવસ્થામાં નિગોદમાંથી જ કર્મ મિશ્રિત, કર્મબદ્ધ, કર્મસંયુક્ત, કર્મોથી જોડાયેલો હોય છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મોથી સંયુક્ત હતો. તેથી “ક્ષીરનીરવત્ જીવકર્મસંયોગઃ અનાદિ:'. સુવર્ણ પાષાણવત્ સંલગ્ન હતો. જેવી રીતે એક લોખંડનો ગોળો તપાવે ત્યારે તેમાં સોય પણ પ્રવેશી શકતી નથી. પરંતુ તેમાં જેમ અગ્નિ પ્રવેશી લાલચોળ અગ્નિના જેવો બનાવી દે છે તેમ અસંખ્ય પ્રદેશી આત્મા કાર્મણવર્ગણાની રજકણોથી કાળો દેખાય છે. અહીં સુધી આત્માની સંસારી અવસ્થા છે, કર્મજન્ય અવસ્થા છે જે કર્મો સંસારમાં જ બંધાય છે.
અત્યાર સુધી જીવે અનન્તપુદ્ગલપરાવર્ત કાળ વ્યતીત કર્યો પરંતુ આત્મા ક્યારે પણ કર્મરહિત થયો નથી. પ્રવાહની પરંપરાથી આત્મા કર્મોથી લેપાયેલો રહ્યો છે. નવાં આવે અને જુના લુપ્ત થતાં રહ્યા; ઉદયમાં આવી ખપી જાય. નષ્ટ થતાં નવાં બંધાયા જ જાય. એકધારી, અવિરત આ ક્રિયા ચાલતી રહી તેથી કર્મોનો સદંતર નાશ, સફાયો ન થયો. તે માટે નિર્જરાની સાહાટ્ય લેવી જોઈએ.
જો કે નિર્જરા તે મોક્ષ નથી કારણ કે મોક્ષ તત્ત્વને જુદું સ્વતંત્ર શા માટે ગણાવ્યું ? બંનેને સ્વીકારી ન શકાય. એકને નિરર્થક માનવું પડે. કોને માનવું ? નિર્જરા અથવા મોક્ષને. એકે નિરર્થક નથી. બંને જુદાં સ્વતંત્ર અલગ તત્વો છે. ધર્મ કરનારને નિર્જરા પ્રત્યેક સમયે પ્રત્યેક દિવસે થાય છે. સાથે સાથ આશ્રવ પણ ચાલુ જ છે. નિર્જરા બે પ્રકારની છે. સકામ અને અકામ, અથવા આંશિક જે રોજ રોજ થતી રહે છે અને સંપૂર્ણ, સદંતર, સર્વથા નિર્જરા થઈ જતાં આત્માના ઉપર કાર્મણવર્ગણાનો અંશમાત્ર, પરમાણુ સુદ્ધાં ન રહે. આવી નિર્જરા જ્યારે થઈ શકે ત્યારે સર્વ સદંતર સંપૂર્ણ નિર્જરાથી આત્મા સર્વ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org