________________
૧૮૩
સવપાવપણાસણો શુભાશુભ કર્મો ભોગવવા માટે દેવગતિ, તિર્યંચ ગતિ અને નરક ગતિ વિદ્યમાન
છે
જ.
પુણ્યકર્મો સમજવા સરળ છે, પણ આદરવા કઠીન છે. તેથી પણ વધુ કઠણ અને કાઠિન્ય પાપકર્મોને સમજવામાં અને ત્યાગવામાં છે. હુંડા અવસર્પિણીમાં પાંચમા આરામાં અમૂલ્ય અને દુર્લભ માનવભવ પ્રાપ્ત કરી ધીમે ધીમે યથાશક્તિ યથાશક્ય, યથાપરિસ્થિતિ એકાદ મોટા પાપને પ્રતિમાસે, પ્રતિવર્ષે કે પાંચ વર્ષે છોડવા પ્રયત્નશીલ રહેનાર ભાગ્યશાળી બનશે. તેથી પાપકર્મોને સમજવા માટેની તત્પરતા જ મુનિવેષમાં કે ગૃહસ્થવેષમાં રહેલા આત્માને મોક્ષ તરફ આગળ વધવામાં પૂર્ણ સહાયક બનશે, એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી.
બંને પ્રતિક્રમણો રાઈ તેમ જ દેવસીમાં ૧૮ પાપસ્થાનકોને યાદ કરવામાં આવે છે. તેમાં પ્રથમના પાંચ મોટા પાપો કરતાં પણ પછીના ૧૩ પાપો તેના કરતાં વધારે ખતરનાક છે.
પાપની વ્યાખ્યા આમ કરાઈ છે. પાપાનાં સ્થાનકસમિતિ પાપ-સ્થાનકમ્. પાપાનિ એવ સ્થીયત્તેહમિન્નિતિ પામસ્થાનકમ્.
એક કુશળ વેપારી દરરોજ વકરો કર્યા પછી સાંજે હિસાબ માંડે છે કે આજે નફો કેટલો થયો અને નુકસાન કેટલું ! રોકેલી મૂડી પર શું થયું ? રોજમેળમાં જમા ઉધારનો તાળો મેળવતાં છેવટે લાભ કે ગેરલાભનો તાળો મળે છે. તેમ આપણે ધર્મ ઘણો કર્યો એમ માની ધાર્મિક હોવાનો ખોટો ચાળો કરીએ છીએ. કેમકે આપણો ધર્મ સગવડિયો છે, બાંધછોડવાળો છે, જે બંને ક્ષેત્રોમાંથી (દેરાસર અને અપાસરો) બહાર નીકળતાંની સાથે જ અસલી ચેહરો ધારણ કરીએ છીએ. મેં આટલા ઉપવાસ, તપશ્ચર્યા, આયંબિલ, દાન, વગેરે કર્યું છે. હવે મને તેથી પૂરેપૂરો સંતોષ છે. પરંતુ શ્રાવકના ૩પ લક્ષણોને દૂરથી જ સલામ કરી દીધી છે ! ન્યાયસંપન્ન વિભવથી દ્રવ્ય ખર્ચ્યુ નથી. ધર્મ કર્યાનો હિસાબ માંડ્યો છે પરંતુ કેટલાં, કેવાં કેવાં, કલુષિત પાપોનો ઢગલો પીઠ પર ધારણ કર્યો છે તેનો કદાપિ હિસાબ માંડ્યો છે ? કેટલાં પાપો દુઃખી હૃદયે કર્યા ? કેટલાં પાપોને તિલાંજલિ આપી ? કેટલાં માટે પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્ત કરવાનો મનસૂબો કર્યો ? આવું કશું કર્યા વગર ધાર્મિક હોવાનો ખોટો ડોળ જ કર્યો છે ને ? પોપટની જેમ જ પ્રતિક્રમણો કર્યા?
ખરેખર તપાસવાનું આ છે કે આપણે ધર્મમાં કેટલાં ઊતર્યા છીએ અને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org