________________
આત્મતત્વ
૨ ૧૭.
દેવરૂપે, કોઈ મનુષ્યરૂપે, કોઈ નારકીરૂપે હોઈ શકે છે. - બૌદ્ધ દર્શનમાં નિર્વાણને આત્માના વિલીનીકરણ રૂપે માને છે, અંતે આત્મા લોપ થઈ જાય, વિલીન થઈ જાય, તેનું અસ્તિત્વ રહેતું જ નથી એનું નામ મોક્ષ છે. આ વિચારસરણી બુદ્ધની અસર્વજ્ઞતાનું પ્રદર્શન કરે છે. મીઠાનો કણ જેમ પાણીમાં વિલીન થઈ જાય તેમ આત્મા નામનો દ્રવ્ય વિલીન થઈ જાય છે ? જેમાં સાકર-મીઠું વિલીન થઈ જાય તે પાણી દ્રવ્ય છે, જ્યાં બંને સાકર, મીઠું અસ્તિત્વ ધરાવે છે. પાણીને ઉકાળીએ તો બંને દ્રવ્યોનું અસ્તિત્વ રહે છે, લોપ નથી થતો. મીઠું, સાકર પાણીમાં વિલીન થાય છે. બૌદ્ધોના મતે આત્મા શેમાં વિલીન થાય છે ? કયું દ્રવ્ય છે ? શું આકાશમાં કે વાયુમંડળમાં ? શું આકાશમાં કોઈપણ દ્રવ્ય ક્યારેય પણ વિલીન થયું છે ? જૈનદર્શન સ્પષ્ટ કહે છે કે અનંતાકાળમાં જીવ કે અજીવ આકાશમાં વિલીન થઈ શકતા જ નથી.
ભગવાન મહાવીર સ્વામીએ સર્વજ્ઞતાની રૂએ એટલે સુધી સ્પષ્ટ કર્યું છે કે વસ્તુ માત્ર ઉત્પાદ-વ્યય-દ્રૌવ્ય રૂપે છે. પર્યાયોમાં ઉત્પાદ-વ્યય થતાં જ રહે છે જેના કારણે ક્ષણિકપણું નાશપણું દેખાય; પરંતુ એમાં ધ્રુવપણું અંતે સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થાય છે. જેમકે સોનામાંથી બંગડી, વિંટી, ચેઈન તરીકે એક પછી એક બદલાતાં ઘાટથી પર્યાયો બદલાયા, નાશ પામ્યા, ફરી તે ઓગાળી આગળ જતાં અંગુઠી, હારાદિ બનાવ્યા. ત્રીજી વાર નવા ઘાટમાં બનાવડાવ્યાં તેથી પર્યાયો બદલાય છે જેને વ્યય કહી શકાય. આ રીતે વારંવાર ઉત્પાદ-વ્યય થતાં જ રહે તો પણ દ્રવ્યરૂપે મૂળ સોનું દરેકમાં અસ્તિત્વ ધરાવે છે. માત્ર આકાર પ્રકાર બદલાય સોનું મૂળ દ્રવ્ય જેમનું તેમ રહે છે, પરંતુ ક્યાંય પણ મૂળ દ્રવ્ય સોનાને કશો વાંધો નથી આવ્યો.
તેથી ભગવાન મહાવીર સ્વામી સમજાવે છે કે અખિલ બ્રહ્માંડમાં મૂળ બે જ દ્રવ્યો ૧. ચેતન-જીવ અને ૨. અજીવ. જીવ દ્રવ્ય એક અખંડ-અસંખ્ય પ્રદેશી છે. જ્ઞાન-દર્શનાદિ ચેતનાશક્તિ સંપન્ન ચેતન દ્રવ્ય છે. અનાદિ-અનંતકાલીન અસ્તિકાય ધરાવતું ચેતન દ્રવ્ય છે, જે અનુત્પન્ન અવિનાશી છે. ત્રિકાળ શાશ્વત છે અને સુખ-દુઃખની સંવેદના હોય છે, અરૂપી છે.
જીવ અને આત્માની જેમ અજીવ દ્રવ્ય જ્ઞાન, દર્શનાદિ ચેતનાવિહીન, સુખદુઃખની સંવેદના રહિત, અજીવ દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org