________________
રૂઢિબલીયસી.
૧૩૧
વલોવતો રહ્યો પણ કોઈ નવનીત સાર મેળવી ન શક્યો. પૂર્ણરૂપ આપનાં દર્શન માટે ભક્તિ કરી રહ્યો છું જેથી દર્શનાવરણીય કર્મ દૂર થાય; આપનાં દર્શન પૂર્ણરૂપે કરી શકે. જેમ જલકાંત મણિથી પાણી દૂર થાય. તેમ આપનાં દર્શન કર્મ દૂર થાય.'
પ્રાત:કાળે ઊઠયા પછી પ્રભુદર્શન માટે જે તાલાવેલી રખાય તે આ માટે જ ને ? તેથી તો કહ્યું છે કે દર્શને મોક્ષ સાધનમ્. પ્રભુદર્શન માટે દોષી એવો આત્મા મૂર્તિરૂપી દર્પણમાં ભગવાનના ગુણોના સમૂહને નિરખી આત્મદોષો પ્રજ્ઞાલિત કરવા જોઈએ. પ્રભુના ગુણો સ્વાત્મામાં સંક્રાન્ત થાય તે માટે પ્રભુ દર્શનનો મહિમા છે. - જિનાદિની ભક્તિમાં તત્પર, જિનેશ્વર પરમાત્મા, સિદ્ધભગવંત, સાધુ, સાધર્મિક બંધુ વગેરેની ભક્તિ, સેવા, વૈયાવચ્ચની રુચિવાળા જીવો, આવાં નિયમાદિવાળા જરૂર ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે. ભરત ચક્રવર્તીએ પૂર્વ ભવમાં ૫૦૦ મુનિઓની સુંદર વૈયાવચ્ચ કરી હતી જેથી બીજે ભવે ભગવાન ઋષભદેવના પુત્ર થયા, ચક્રવર્તી બન્યા. સ્નાનાગારમાંથી બહાર નીકળતાં પોતાનું સુંદરતમ રૂપ પ્રદર્શિત કરવા આભુષણાદિથી સજ્જ થયેલાને દેવે થુંકવાનું કહ્યું. તેમાં કીડા વગેરેથી ખિન્ન થઈ દીક્ષા લીધી. શરીરમાં થયેલા રોગો ૭૦૦ વર્ષ ભોગવી સમતાપૂર્વક દિવસો વ્યતીત કરી છેવટે મોક્ષે ગયા હતા.
પ્રભુદર્શન અને પૂજા જો પૂર્ણ, સાચી, શ્રદ્ધાપૂર્વક કરાય તો તે અકથ્ય ફળ આપે છે. ઉદાહરણ તરીકે રાવણ, મયણાસુંદરી અને શ્રીપાલરાજા.
આ રીતે દર્શન અને પૂજા કરાય તો તેથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. પુણ્ય પણ સાંકળ છે અને તે સોનાની છે. સાંકળ એટલે સાંકળ. તે પણ એક પ્રકારનો આશ્રવ છે. નવ તત્ત્વોમાં છેલ્લા ત્રણ એટલે આશ્રવ, સંવર અને નિર્જરા મોક્ષ માટે ઘણું મોટું મહત્ત્વ ધરાવે છે, જેમાં નિર્જરાનું કાર્યક્ષેત્ર મોક્ષ માટેની સીડી સમાન છે. અકામ નિર્જરાદિ ઉપયોગી અને સહયોગી કારણોથી તથા ભવ્યત્વનો પરિપાક થતાં, કોઈ સિદ્ધના પ્રતાપે નિગોદરૂપી સંસારમાંથી મુક્તિથી અવ્યવહાર રાશિ નિગોદનો જીવ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળી બાદર પર્યાયમાં આવ્યો, ક્રમશઃ ભવ પરંપરામાં આગળ વધતો ૮૪ લાખ જીવયોનિમાંથી ભટકતો, કુટાતો, સુખદુઃખની થપ્પડો ખાતો, અનંત ભવ અને અનંત પુદ્ગલપરાવર્ત કાળ વિતાવ્યો આગળ વધે છે. તેવો એક જીવ આપણો પણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org