________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૧૩૨
હોઈ શકે.
આ અવસ્થા પ્રાપ્ત કરવા માટે રાગ-દ્વેષ છોડવાં જોઇએ. સંસારના રાગમાં કષાયોની વૃદ્ધિ થાય છે તે દ્વારા દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે રાગ વૃદ્ધિગત થતો નથી. તેથી જેમ જેમ દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે રાગભાવ વધે તો સંસારનો રાગ ઘટે. આ માટે રાગનો ત્યાગ અને ત્યાગનો રાગ કરવો જોઇએ. આ સ્થિતિ આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ મોટો આદર્શ છે. કષાયનું મૂળ કારણ રાગદ્વેષ છે. જીવ, મન, વચન, કાયાથી જે પ્રવૃત્તિ કરે છે તેમાં રાગદ્વેષનું પ્રમાણ ઓછું વત્તું રહે છે. તેથી કષાયમુક્તિઃ કિલમુક્તિરેવ એમ કહ્યું છે. અનાદિ કાળથી રાગદ્વેષના સંસ્કારો અને મોહનીય કર્મ જે રાજા સમાન છે તે જીવની ખરાબી કરનારા છે. ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં જીવના અનંતભાવો વીતે છે. જન્માન્તરમાં જતા જીવની સાથે કષાયોનું પણ સંક્રમણ થાય છે. કષાયો આત્મગુણ ઘાતક છે. મૂળભૂત સમ્યગ્દર્શન ગુણનો થાત અનંતાનુબંધી કષાયો કરે છે. આથી કષાયોથી બચવું જરૂરી છે. આત્મવિકાસની સીડી છે જેનાં ૧૪ પગથિયાં છે, ૧૧મા ગુણસ્થાનકે ક્રોધ, માન અને માયા ત્રણ કષાયો પર વિજય પ્રાપ્ત કર્યા છતાં થોડાક લોભને કારણે સાધુ પણ પતન પામે છે. જેમ કે તપસ્વી અને જ્ઞાની મહાત્મા અષાઢાભૂતિ મુનિ ગોચરીમાં લાડુ જોઈ લોભાયમાન થઈ ગયા અને ૧૨ વર્ષ સુધી ઘરમાં સંસાર તરીકે રહ્યા; પરંતુ ભરતચક્રનું નાટક ભજવતાં અનિત્ય ભાવનાનો અભિનય કરતાં ક્ષપકશ્રેણિ પર ચડી કર્મોના ચૂરેચૂરા થઈ ગયા અને જોતજોતામાં અષાઢાભૂતિ મુનિ કેવળજ્ઞાન પામી ગયા.
૧૪ ગુણસ્થાનકની સીડી પર ચઢતાં લોભ સૂક્ષ્મરૂપે ઉદયમાં આવે ત્યારે આત્માનું અધઃપતન થાય છે અને આખી સાધના ઉપર પાણી ફરી વળે છે. તેથી કહ્યું છે કેઃ લોભ ઃ સર્વાર્થબાધક : આમ તો ચારે કષાયો નુકસાનકારી, આત્મગુણઘાતક છે. નોકષાય પણ બાધક છે. એ પણ કર્મબંધનું કારણ છે. જે માટે કહ્યું છે કે :
:
નવ નોકષાય તે ચરણમાં, રાગદ્વેષ પરિણામ કારણ જે કષાયના, તિણે નોકષાય તે નામ.
૧૪ ગુણસ્થાનકોના ક્રમિક વિકાસ માટે કર્મપ્રકૃતિઓનો ક્ષેપ કરીને આત્મવિકાસ ક૨ના૨ો જીવ એકેક ગુણસ્થાને આગળ વધતો ઉપર ને ઉપર પહોંચે છે. પૂ. વીરવિજયજી મહારાજાએ ૬૪ પ્રકારી પૂજામાં મોહનીય કર્મની ઢાળમાં લખ્યું છે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org