________________
૧ ૩૩
રૂઢિબલીયાસી કે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓમાંથી મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, ૧૬ કષાયો આ ૧૯ પ્રકૃતિઓ ધ્રુવબંધી છે. બાકીની ૭ પ્રકૃતિઓ, ૩ વેદ, રતિ, અરતિ, હાસ્ય, શોક અધુવબંધી છે. ધ્રુવ એટલે નિત્ય જે મિશા બંધાતી રહે અને અધ્રુવ એટલે અનિત્ય જે કાયમ બંધાતી નથી.
સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, ત્રણે વેદ મોહનીય કર્મનો ઉદય નવમા અનિવૃત્તિ બાદર નામના ગુણઠાણા સુધી રહે છે.
આત્માનો મોક્ષ છે, નહિ કે શરીરનો. આત્મા જ્ઞાન, દર્શનાદિ ગુણવાન દ્રવ્ય છે. ગુણયુક્ત ગુણી આત્મા છે. કર્માવરણથી ગ્રસિત આત્મા જેમ જેમ કર્મની અશુદ્ધિઓ દૂર કરે, શુદ્ધાવસ્થા પ્રાપ્ત કરે એ જ સાધના છે. જેમ જેમ આત્મા સ્વગુણોનું સ્વરૂપ પ્રાપ્ત કરતો રહે, ગુણવાન બની આગળ ને આગળ વધતો જાય તેમ તેમ ગુણસ્થાનો પર આરોહણ કરતો જાય. આ રીતે મોક્ષપ્રાપ્તિ સુધી આત્માના વિકાસની સાધનાને ગુણસ્થાનક ક્રમાવરોહ કહે છે.
આઠ કર્મોમાં મોહનીય કર્મ જ બળવાન છે. તેનો ક્ષય કરવાથી એકી સાથે જ ઘનઘાતી કર્મોનો ઘાણ નીકળી જતાં બાકીના ચાર અઘાતી કર્મો ખૂબ સહેલાઇથી ક્ષય પામી જાય છે. મોહનીય જે પાપોનો બાપ છે તેનો ક્ષય કરવો તે સાધના છે.
૧૪ ગુણસ્થાનોમાં પ્રથમ ગુણસ્થાનકથી લઇને ૧૩મા ગુણઠાણા સુધી મુખ્ય રૂપે મોહનીય કર્મોનો ક્ષય કરવો તે સાધના છે.
મોહ અને અજ્ઞાનના મિશ્રણરૂપ ઉદયજન્ય કર્મથી પતન પામીને જીવ જેવી રીતે સીડી પરથી પગ લપસતાં ઠેઠ નીચે સુધીનું પતન થાય તેમ જીવ પંચેન્દ્રિય જેવી ઉચ્ચ જાતિમાંથી એકેન્દ્રિય જેવી નિમ્નતમ અવસ્થાએ પહોંચે છે. જેવી રીતે દંડક ગ્રંથમાં કહ્યું છે કે દેવલોકના દેવો ઊંચી ગતિમાંથી પડી એકેન્દ્રિય જાતિના પર્યાયો જેવાં કે હીરા, મોતી, સોના, ચાંદી રૂપે જન્મ લે છે. જેમાંથી ફરી દેવલોકે જન્મ લેવામાં સંખ્યાત કે અસંખ્યાત જન્મો લાગે. તેથી મહાપુરૂષોએ કહ્યું છે કે મોહનીય કર્મ ઓછું કરવા યા જીતવા માટે પુરુષાર્થ કરવો જોઇએ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે લખ્યું છે કે:
ચેતન જ્ઞાન અજુવાળિયે, ટાળિયે મોહ સંતાપ રે, ચિત્ત ડમડોળતું વાળિએ, પાળિયે સહજ ગુણ આપ રે. આપણી આરાધના મોહનીય કર્મના ક્ષય કરવાના લક્ષ્યવાળી હોવી જોઇએ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org