________________
૧૫૮
જૈન ધર્મના પુષ્પગુચ્છ કર્યા વગર પાછો ન હઠવાની પ્રતિજ્ઞારૂપ આત્માના વિશુદ્ધ અવ્યવસાયરૂપ સંકલ્પને અનિવૃત્તિકરણ કહે છે. એનો સમય અંતર્મહુર્ત-બે ઘડી માત્ર છે ને ચરમકરણ છે. મિથ્યાત્વના પુંજમાંથી મોહનીય કર્મના દળીયાઓનો ક્ષય કરી ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ઉપશમ ભાવ દ્વારા ઉત્પન્ન થયેલું હોવાથી તેને ઔપથમિક સમ્યકત્વ કહે છે. ગાંઠને ભેદી સંસારચક્રમાં પ્રથમ વાર સમ્યકત્વ પામ્યો; એકદમ પ્રથમ મિથ્યાત્વના ગુણસ્થાનેથી ચોથા સમ્યકત્વના ગુણસ્થાને જીવ આવે છે. આ પ્રમાણે જે ભવ્ય જીવ તથાભવ્યત્વના પરિપાકરૂપે જેણે બે ઘડી- ૪૮ મિનીટના કાળ માત્રનું જેને સાચી શ્રદ્ધારૂપ સમ્યકત્વ પ્રાપ્ત થઈ ગયું હોય તે સમ્યકત્વવંત ભવ્યાત્માનો હવે અર્ધપુગલ પરાવર્તકાળનો જ સંસાર અવશિષ્ટ રહ્યો છે. હવે તેનો મોક્ષ નક્કી થઈ ગયો. સમકત્વની પ્રાપ્તિ એટલે મોક્ષના નિર્ણયની ઓળખાણ. મોક્ષ હવે પ્રાપ્ત થવાનો જ છે જેની શંકા નથી તેની આ નિશાની છે. સમ્યકત્વના પડદા પાછળ મોક્ષ જે સંતાયેલો હતો જે દૂર થતાં સમ્યકત્વનું હોવાપણું શંકાસ્પદ રહેતું નથી. ટુંકમાં સમ્યક્ત પ્રાપ્ત કરી સાચા શ્રદ્ધાળુ બનવું જ જોઇએ. તેને સ્થિર કરવા પુરુષાર્થ કરવો જ રહ્યો, ટકાવવું જોઇએ, વધુ ને વધુ નિર્મળ કરવું જ જોઈએ. નષ્ટ ન થાય તે માટે સતત તકેદારી રાખવી ઘટે અને તે માટે ભગવાન મહાવીર સ્વામીની સોનેરી સલાહ “સમય ગોયમ મા પમાઅએ' કૃતકૃત્ય કરવી રહી. આમ સાધનામાં લીન થઈ સમ્યકત્વની જે ૬૭ ભેદે ઉપાસના છે તે ચાલુ જ રાખવી જોઇએ. અનાદિકાળના સંસારનું પરિભ્રમણ અજ્ઞાન મિથ્યાજ્ઞાનના લીધે થયું છે. તેથી હવે સાચા સમ્યજ્ઞાન, સમ્યગૂશ્રદ્ધા (દર્શન)થી આગળ વધવાનાં આધ્યાત્મિક સાધનો જરૂરી છે. દેવ-ગુરુ, ધર્મથી, શ્રદ્ધાથી સમ્યકત્વ મળે છે કેમકે
યા દેવે દેવતા બુદ્ધિઃ ગુરૌ ચ ગુરુતા મતિઃ | ધર્મ ધર્મ ધીર્યસ્ય સમ્યકત્વ તદુદીરિતમ્ |
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org