________________
૮૨
જૈન ધર્મના પુષ્પગુચ્છ કેમકે જીવની મન-વચન-કાયાની પ્રવૃત્તિ કષાય તથા અધ્યયવસાયાદિથી સતત ચાલુ જ રહી છે. જેમ કર્મોનો સંબંધ અનાદિ છે તેમ નિર્જરા પણ અનાદિ છે. જે સદાકાળથી સતત ચાલુ છે. નિર્જરા પછી બંધ અને નિર્જરા, આંશિક રહી તો પછી મોક્ષ કેવી રીતે શક્ય બને.
એક ભવ્યાત્મા વિરાગવૃત્તિથી, પ્રેરાઈ લગ્ન ન કરી, દીક્ષા લઈ લે તો તેનો વંશવેલો આગળ અટકી જાય; તેમ એક આત્મા કર્મોના પ્રવાહને અટકાવી દે, આશ્રવના માર્ગને બંધ કરે, તે રોકી દે અને સતત પ્રકૃષ્ટ નિર્જરા કરતો જ રહે તો કર્મોનો નાશ શક્ય બને ને ? ઘરના બારી-બારણાં જ સતત બંધ રાખીએ તો કચરો ક્યાંથી ભરાય ? વળી પાણીથી સાફ કરવામાં આવે તો ધૂળ વગેરે ક્યાંથી ભરાય ? જમીન શુદ્ધ સાફસુથરી થઈને રહે. તેવી રીતે એક આત્મા બહારથી પ્રવેશતાં કર્મોના પ્રવાહને બંધ કરે, તેને રોકી દે, સંવરની પ્રક્રિયા પછી સતત સંપૂર્ણ નિર્જરા કર્યા જ કરે તો એક દિવસ તે આત્મા સદંતર, સંપૂર્ણ, સર્વથા કર્મવિહીન થઈ જાય. આ સ્થિતિ તે જ મોક્ષ. આપણે કહી શકીએ કે કર્મમુક્તિ કિલ મુક્તિ રેવ.
આત્મા જે આઠ કર્મોના આવરણથી આવરિત થયેલ છે તે આવરણો ખસી જતાં તે આત્મા કર્મથી વિમુક્ત થઈ, મોક્ષ પામે છે, આવરણ રહિત થતાં તે પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. જેમ વાદળોથી ઢંકાયેલા ચંદ્ર, સૂર્યાદિ વાદળો ખસી જતાં પોતાની મૂળ સ્થિતિએ આવી જાય છે. જેમ કસ્તૂરી, મૃગની ડુંટીમાં કસ્તૂરી હોય પણ તેનું ભાન ન હોય તેવો મૃગ જંગલમાં ભટક્યા પછી લોથપોથ થઈ, થાકીને નતમસ્તકે ઊભો રહે ત્યારે તેને ખબર પડે કે કસ્તુરી તો મારી પાસે જ છે, ભટકવાની જરૂર ન હતી. હવે તે જેમ ન ભટકે તેમ જીવ જ્યારે આત્માની આસપાસ ૮ કર્માવરણો દૂર કરી દે એટલે તે કર્મોના પાશમાંથી મુક્ત બને, પોતાની મૂળ, મૌલિક શાશ્વત સ્થિતિ સંપાદન કરે, કર્મોથી મુક્ત થઈ મોક્ષ મેળવે. મોક્ષ કંઈ એક સ્થળેથી મુંબઈથી પૂના, વડોદરા, કલકત્તા જવાનું નથી. અત્રે બંને સ્થળો અલગ છે પરંતુ મોક્ષ પામવો એટલે આત્માની મૂળભૂત સ્વસંવેદ્ય, સ્વાનુભવથી મળતી પોતાની જ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, તે સંપાદન કરી સ્વાનુભવનો વિષય બનાવવાની છે.
કેવી દૃષ્ટિથી કર્મ કરાય છે, વિચારાય છે તે ઘણું મહત્ત્વનું છે. કર્મગ્રંથના રચયિતા દેવેન્દ્રસૂરિએ નિરૂપણ કર્યું છે કે -
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org