________________
૨૩૦
જેન ધર્મના પુષ્પગુચ્છ પોતાના કાર્યમાં વિપ્ન, અંતરાય, મુશ્કેલી, આપત્તિ ઇત્યાદિ ન આવે એ માટે માણસ સાવધ, સચિંત રહે છે. બીજી બાજુ પોતાની ઇચ્છા પ્રમાણે, કે ધાર્યા કરતાં વધારે સારી રીતે પોતાનું કાર્ય પાર પડે છે ત્યારે માણસ આનંદથી ગદગદિત થઈ જાય છે. સફળતા કે નિષ્ફળતાની આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તેની સાથે કશીક સાંકેતિક વસ્તુઓ કે ઘટનાઓને જોડી દેવાનું મન કેટલાક મનુષ્યને થાય એ કુદરતી છે. આવા સંકેતો માટે “મંગળ' કે “અમંગળ’ શબ્દ પ્રાચીન કાળથી પ્રયોજાતો આવ્યો છે. અનેક પેઢીઓના લાંબા સમયના એકસરખા અનુભવને આધારે કેટલીક વસ્તુઓ “મંગળ” કે “અમંગળ' તરીકે ગણાવા લાગે છે અને પછી એની પરંપરા ચાલુ થાય છે.
શુભ પ્રસંગે ગોળ, ધાણા કે ગોળમિશ્રિત ધાણા, દહીં, કંસાર, લાપસી, સુખડી, પેંડા, કોપરું વગેરે ખાવા-ખવડાવવાનો રિવાજ છે. આ બધાં ખાદ્યદ્રવ્યોને મંગલમય માનવામાં આવે છે. એની વહેંચણીમાં ઉત્સાહનું, આનંદોલ્લાસનું વાતાવરણ પ્રસરી રહે છે. પોતાનું કાર્ય પાર પડ્યાનો, કાર્યમાં ફતેહ મેળવ્યાનો એમાં સંકેત રહેલો હોય છે. આવાં મંગલોને દ્રવ્યમંગલ કહેવામાં આવે છે. એવા પ્રસંગે જે મંગલમય સ્તુતિ કરવામાં આવે છે, નવકાર મંત્ર વગેરે બોલવામાં આવે છે તેને ભાવમંગલ કહેવામાં આવે છે.
મંગલ ગણાતી વસ્તુઓનું કે તેવા જીવોનું પોતાના કાર્યના શુભારંભે અનાયાસ સાક્ષાત્ દર્શન કરવું સૌથી ઉત્તમ ગણાયું છે. એવું મંગલદર્શન અનાયાસ શક્ય ન હોય તો તેને સામેથી યોજનાપૂર્વક મંગાવીને જોવું તે પણ સારું ગણાય છે. પરંતુ એવી પણ જ્યાં શક્યતા ન હોય ત્યાં છેવટે તેની આકૃતિનું દર્શન કરવું આવશ્યક અને ઇષ્ટ મનાય છે. ઉદાહરણ તરીકે માણસ કોઈ શુભ કાર્ય માટે ઘરેથી પ્રસ્થાન કરતો હોય તે વખતે જ બરાબર અચાનક સામેથી ગાય આવતી હોય કે હાથી આવતો હોય તો તે સારા શુકન ગણાય. ગાય કે હાથી અનાયાસ અચાનક ન આવતાં હોય, પણ કોઈ સ્વજને કે મિત્રે એવી ગોઠવણ કરી રાખી હોય અથવા પોતે જાતે એવી ગોઠવણ કરાવી હોય કે બરાબર તે જ વખતે સામેથી ગાય કે હાથી લઈ આવવામાં આવે અને પોતાને સારા શુકન થયા એમ માણસ માને અને મનાવે તેવું પણ બનતું આવ્યું છે. આવી પણ જ્યારે શક્યતા ન હોય ત્યારે ફોટા કે ચિત્રમાં ગાય કે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org