________________
તિસ્થયમો સૂર-આચાર્યપદનો આદર્શ
અનાદિસિદ્ધ, શાશ્વત એવા નવકાર મંત્રમાં આપણે અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા પછી “નમો આયરિયાણં' બોલી આચાર્ય ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. સિદ્ધશિલા ઉપર બિરાજમાન અશરીરી સિદ્ધ પરમાત્માઓ સર્વને માટે હંમેશાં નજરે પ્રત્યક્ષ ન જોઈ શકાય એવા, પરોક્ષ જ રહેવાના. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી આપણે માટે અરિહંત ભગવાન પણ પરોક્ષ જ છે, કારણ કે તીર્થકરોનું વિચરણ સર્વ ક્ષેત્રે, સર્વ કાળે નિરંતર હોતું નથી. એટલે હાલ આપણે માટે તો પંચ પરમેષ્ઠિમાંથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ જ પ્રત્યક્ષ રહેવાના. એ ત્રણમાં સર્વોચ્ચ પદે આચાર્ય ભગવંત છે.
જિનશાસનમાં આચાર્યપદનો મહિમા ઘણો મોટો છે. તીર્થંકર પરમાત્માના વિરહકાળમાં, એમની અનુપસ્થિતિમાં શાસનની ધુરા વહન કરે છે આચાર્ય ભગવંતો. આવો વિરહકાળ અવસર્પિણીમાં ઉત્તરોત્તર ઓછો થતો જાય છે, પરંતુ પહેલા ત્રઢષભદેવ અને બીજા અજિતનાથ વચ્ચેનો કે એ પછીના તીર્થકરો વચ્ચેના આંતરાના કાળનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે અહો, આચાર્ય ભગવંતોએ પાટપરંપરા ચલાવીને જિનશાસનની રક્ષાનું કાર્ય, ક્ષેત્ર અને કાળની દૃષ્ટિએ કેટલું ભગીરથ કર્યું છે ! એટલે જ આચાર્ય ભગવંતોએ તીર્થંકર પરમાત્માના પ્રતિનિધિ તરીકે તેમની આજ્ઞા અનુસાર કાર્ય કરવાનું હોવાથી તેઓને તીર્થકર સમાન ગણવામાં આવે છે. એટલે જ ગચ્છાચાર પ્રકીર્ણકમાં કહ્યું છે : તિત્યયરસમો સૂરી, સમ્મ નો નિણમયં પયાર્ડ I જેઓ જિનમાર્ગને-જિનમતને સમ્યક પ્રકારે પ્રકાશિત કરે છે એવા સૂરિ એટલે કે આચાર્ય ભગવંત તીર્થંકર પરમાત્મા સમાન છે. આમ આચાર્ય ભગવંતને તીર્થકર જેવા ગણવામાં આવ્યા છે. એમાં આચાર્ય પદનો સર્વોચ્ચ આદર્શ બતાવવામાં આવ્યો છે. શ્રી રત્નશેખરસૂરિ મહારાજે “સિરિસિરિવાલ કહા' (શ્રી શ્રીપાલ કથા)માં કહ્યું છે :
अत्थमिए जिणसूरे केवलि चंदे वि जे पईवुव्व । पयडंति इह पयत्थे ते आयरिए नमसामि ।। જિનેશ્વર ભગવાનરૂપી સૂર્ય અને કેવળજ્ઞાનીરૂપી ચંદ્ર જ્યારે આથમી જાય છે ત્યારે જે દીપકની જેમ પ્રકાશે છે તે આચાર્ય ભગવંતને નમસ્કાર કરું છું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org