________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
૨૪૭
અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારે મંગલનો વિશાળ અર્થમાં એકમાં જ સમાવેશ કરવો હોય તો તે ધર્મમાં જ કરવો પડશે. એટલા માટે જ કહેવાયું છે :
ધમ્મો મંગલં ઉક્કિટ્ટો અહિંસા, સંજમો, તવો ।
આમ ઉત્કૃષ્ટ મંગલ, મહામંગલ તે ધર્મ છે. એની આરાધના અહિંસા, સંયમ અને તપ દ્વારા કરવાની છે. જીવને સંસારના પરિભ્રમણમાંથી છોડાવી મોક્ષગતિ માત્ર ધર્મ જ અપાવી શકે. એટલા માટે ધર્મને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ, સર્વોત્કૃષ્ટ મંગલ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. એનું વિસ્મરણ ન થાય એટલા માટે રોજેરોજની પ્રાર્થનામાં, ધર્મક્રિયાઓમાં શુભ અવસરે બોલાય છે :
સર્વ મંગલ માંગલ્યું, સર્વ કલ્યાણ કારણું; પ્રધાનં સર્વ ધર્માણાં, જૈનં જયંતિ શાસનમ્.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org