________________
૨૪૬
જૈન ધર્મના પુષ્પગુચ્છ તે ગુરુ અને યુલિકાનાં ચાર પદ તે ધર્મ-એમ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વ રહેલાં છે. એમાં સાચી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. એ જ સર્વોત્તમ મંગલ.
ધર્મતીર્થ પ્રવર્તનાર સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ, અષ્ટ પ્રાતિહાર્ય અને ચોત્રીસ અતિશયયુક્ત, સમવસરણમાં બિરાજમાન થઈ દેશના આપી અનેક જીવોને ધર્મ પમાડનાર અરિહંત ભગવાન, આઠે કર્મનો ક્ષય કરી આઠ સર્વોચ્ચ ગુણ પ્રગટાવનાર, દેહરહિત, વિશુદ્ધ આત્મસ્વરૂપ, લોકાગ્રે સિદ્ધશિલાની ઉપરના ભાગમાં અનંત કાળ માટે બિરાજમાન, નિરંતર સ્વસ્વરૂપમાં રમણ કરનાર સિદ્ધ ભગવાન, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પંચાચારનું પાલન કરનાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરનાર, છત્રીસ ગુણોથી શોભતા, ગચ્છના નાયક એવા આચાર્ય ભગવંત, અંગ અને ઉપાંગ પોતે ભણે અને બીજાને ભણાવે તથા કરણસિત્તરી અને ચરણસિત્તરીનું પાલન કરનાર, પચ્ચીસ ગુણોથી યુક્ત એવા ઉપાધ્યાય મહારાજ અને પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરનાર, સત્તાવીસ ગુણોથી શોભતા સાધુ મહારાજ-આ પંચપરમેષ્ઠિને હંમેશ નમસ્કાર કરવા એ સર્વોત્કૃષ્ટ ધર્મમંગલ છે. સર્વ પાપનો ક્ષય કરનાર તે મહામંગલ છે, પરમ મંગલ છે.
માણસ જો ભાવપૂર્વક માત્ર નવકારમંત્રનું જ આલંબન કે શરણ લે તો એમાં બધાં મંગલ આવી જાય છે.
નવકાર મંત્રમાં પંચ પરમેષ્ઠિને કરાતા નમસ્કારનું-નવકારમંત્રનું જુદી રીતે વર્ગીકરણ કરીને ચાર મંગલ દર્શાવવામાં આવે છે. એમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેનો વિશાળ અર્થમાં સાધુ'માં સમાવેશ કરવામાં આવે છે, અને નવકારમંત્રની ચૂલિકાની ચાર પંક્તિ “ધર્મ'ની સૂચક બને છે. આ રીતે નવકારમંત્રને ચાર મંગલમાં પણ દર્શાવી શકાય-અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. એટલા માટે “ચત્તારી મંગલ'ની પ્રાર્થના કરાય છે :
ચરારિ મંગલ, અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલ, કેવલી પણતો ધમો મંગલમ્ | વર્તમાન અવસર્પિણીને લક્ષમાં રાખી કેટલાક ચાર મંગલ નીચે પ્રમાણે બોલે છેઃ
મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ ! મંગલ ધૂલિભદ્રાઘા, જૈન ધર્મોસ્તુ મંગલમ્ II
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org