________________
૧૯૩
જગતમાં અનેક દર્શનો છે જેને મુખ્ય બે વિભાગોમાં વિભક્ત કરી શકાય, જેમકે આસ્તિક અને નાસ્તિક. ચાર્વાક દર્શન નાસ્તિક છે.ઃ કેમકે તે આત્માના અસ્તિત્વને સ્વીકારતું નથી, માનતું નથી. તેનો મુખ્ય સિદ્ધાન્ત છે ‘ૠણું કૃત્વા ધૃતં પિબેત્ ખાવ-પીઓ અને અમનચમન કરો. આ સિવાયના દર્શનો આસ્તિક છે કેમકે તે આત્માના અસ્તિત્વને સ્વીકારે છે. પરંતુ વૈદિક દર્શનો જેવાં કે તેમાંથી પરિવર્તન પામેલાં દર્શનો તથા શંકરાચાર્ય, રામાનુજ, નિમ્બાર્કાદિના મતે જગત મિથ્યા છે, બ્રહ્મ કેવળ સત્ય છે. બ્રહ્મ સિવાય જીવાદિનું અસ્તિત્વ જ નથી. તેમનો મૌલિક સિદ્ધાન્ત ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, જીવો બ્રહ્મવ નાપરાઃ' જીવાદિ કંઈ નથી તે સૌ ભાસમાન છે. ખરું અસ્તિત્વ તેમનું નથી. બ્રહ્મના જ આવિર્ભાવો છે, જે લુપ્ત થતાં બ્રહ્મમાં એકાકાર થઈ જાય છે. અગ્નિમાંથી નીકળેલો તણખો જેવી રીતે બીજી ક્ષણે ઓલવાઈ નષ્ટ થઈ જાય છે તેમ બ્રહ્મમાંથી નીકળેલા જીવનું અસ્તિત્વ વિલીન થઈ જાય છે, બ્રહ્મમાં જ એકાકાર પામી જાય છે. તેનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. આ સિદ્ધાન્તનો સ્વીકાર ન કરનારાં દર્શનો જેવાં કે બૌદ્ધ અને જૈન દર્શનો તેમના મતે નાસ્તિક છે.
આ સંદર્ભમાં ટુંકમાં જૈન દર્શન કે શાસ્ત્રમાંથી પરિસ્ફુટ થતો સિદ્ધાન્ત જોઇએ. આ સચરાચર સંસારમાં માત્ર મુખ્ય બે જ તત્ત્વો છે જેવાં કે ચેતન અને અચેતન, જીવ અને જડ (અજીવ). જડ કદાપિ ચેતન ન થાય અને ચેતન ક્યારેય પણ અચેતન ન થાય. જડ એવાં કર્મોના સંસર્ગમાં આવવાથી આત્માના પ્રદેશો આંદોલિત થાય છે. આઠ પ્રકારની કર્મવર્ગણા છે. આત્માના આઠ રૂચક પ્રદેશો ક્યારેય પણ આંદોલિત થતાં નથી. કર્મવર્ગણાના સંસર્ગથી તે રૂચક સિવાયના પ્રદેશોમાં આંદોલન થાય છે. જડ એવાં કર્મોથી આંદોલન કેવી રીતે ઘટી શકે ? જેવી રીતે જડ એવા લોહચુંબક પાસે લોખંડની રજકણો ખેંચાઈને
તેની સાથે સંલગ્ન થાય છે તેમ. આમ કર્મવર્ગણાના સપાટામાં આત્મા આવી જાય ત્યારે તેને (આત્માને) કર્મબંધ થાય છે. તેના દ્વારા જીવને મુક્તિ ન મળે ત્યાં સુધી જીવે ચાર ગતિમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકમાં ભવ્ય, અભવ્ય, દુર્ભાવ્ય કે જાતિ ભવ્ય તરીકે ભટકવું પડે છે, લૂંટાવું પડે છે, રખડવું પડે છે, ઘૂમવું પડે છે, ચક્રાવો લેવો પડે છે. તેમાંથી મુક્ત થનારો મોક્ષ પામેલો ગણાય. કર્મના બંધનમાંથી મુક્ત થવા અપુનર્બંધક અવસ્થા, ચરમપુદ્ગલાવર્ત, અર્ધપુદ્ગલથી કંઈક પલ્યોપમના અસંખ્યાત ભાગથી ન્યુન થઈ, યથાપ્રવૃત્તિકરણ, શદ્ધ
આત્મતત્ત્વ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org