________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
૨ ૩૭.
અષ્ટમંગલ છે.
પ્રાચીન સમયમાં માત્ર ધર્મસ્થાનકોમાં અષ્ટમંગલ કોતરવાનો રિવાજ અનુક્રમે ઘરોમાં પણ પ્રવેશ્યો હતો. ઘરના પ્રવેશદ્વાર પર અષ્ટમંગલ કોતરાતાં કે ચીતરાતાં હતાં. માણસો પોતાની પ્રિય કિંમતી વસ્તુ પર અષ્ટમંગલ કોતરાવતા. બે હજાર વર્ષથી વધુ પ્રાચીન એવી એક તલવાર મળી છે કે જેની મૂઠ પર અષ્ટમંગલની આઠ આકૃતિઓ દોરવામાં આવી છે. (અલાહાબાદના સંગ્રહસ્થાનમાં આ તલવાર છે.) તક્ષશિલામાંથી મળેલી સોનાની એક પ્રાચીન વીંટી ઉપર પણ નવ મંગલ કોતરવામાં આવ્યાં છે, જેમાં નંદ્યાવર્ત બે વાર છે.
બૌદ્ધ ધર્મ જ્યાં ફેલાયો એવા દેશોમાં પણ અષ્ટમંગલનો પ્રચાર થયો છે. અષ્ટમંગલની તાંત્રિક ઉપાસના તિબેટમાં હજુ સુધી પ્રચલિત છે. ભૂટાનના રાજાએ પોતાના સિક્કા પર અષ્ટમંગલમાંથી કેટલીક આકૃતિઓ કોતરાવી હતી.
અષ્ટમંગલની આઠ આકૃતિઓ પ્રતીકરૂપ છે. પ્રતીક તરીકે જેની ગણના થાય તેનું અર્થઘટન જુદા જુદા દષ્ટિકોણથી જુદી જુદી રીતે થઈ શકે. આથી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મમાં આ પ્રતીકોનાં અર્થઘટન જુદી જુદી રીતે થાય એ સંભવિત છે.
છેલ્લા કેટલાક સમયથી શ્વેતામ્બર જૈન પરંપરામાં અષ્ટમંગલનો ક્રમ આ પ્રમાણે રૂઢ થયો છે. (૧) સ્વસ્તિક, (૨) શ્રીવત્સ, (૩) નંદ્યાવર્ત, (૪) વર્ધમાનક, (૫) કળશ, (૬) સિંહાસન, (૭) મીનયુગ્મ અને (૮) દર્પણ. આ આઠ આકૃતિઓને કલાકારો વિવિધ કલાત્મક રીતે રચતા હોય છે.
જેન દિગંબર પરંપરામાં પ્રાચીન સમયમાં બે જુદા જુદા પ્રવાહો જોવા મળે છે. એક પ્રમાણે અષ્ટમંગલ છે : છત્ર, ચામર, ધ્વજ, સ્વસ્તિક, દર્પણ, કળશ, વર્ધમાનક અને સિંહાસન. બીજા પ્રમાણે અષ્ટમંગલ છેઃ સુવર્ણકળશ, વર્ધમાનક, દર્પણ, વીંઝણ (પંખો), ધ્વજ, છત્ર, ચામર, સ્વસ્તિક.
વર્તમાન સમયમાં શ્વેતામ્બર પરંપરામાં ચાર ચારની જોડીમાં ઉપર નીચે એમ આઠ મંગલ આલેખવામાં આવ્યાં હોય છે. એવી અષ્ટમંગલની પાટલીમાં ઉપરની હારમાં સ્વસ્તિક, શ્રીવત્સ, કળશ અને ભદ્રાસન અને નીચેની હારમાં નંદ્યાવર્ત, વર્ધમાન, મીનયુગલ અને દર્પણ જોવા મળે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org