SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૩૮ જૈન ધર્મના પુષ્પગુચ્છ વડોદરાના એક શ્વેતામ્બર જૈન મંદિરની જૂના વખતી અષ્ટમંગલની પાટલીમાં આ ક્રમ જુદો છે. એમાં ઉપરની હારમાં દર્પણ, ભદ્રાસન, કળશ અને વર્ધમાનક છે અને નીચેની હારમાં મીનયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક અને નંદ્યાવર્ત છે. (આનો ફોટો “જૈન આર્ટ એન્ડ આર્કિટેક્ટર ખંડ-૩માં છપાયો જૈન શ્વેતાંબર પરંપરામાં અષ્ટમંગલના ક્રમમાં ક્યારેક ફેરફાર અજાણતાં થતો રહ્યો છે, પરંતુ આઠ મંગલ આકૃતિઓ બે-અઢી હજાર વર્ષથી એટલે કે ભગવાન મહાવીર સ્વામીના સમયથી એની એ જ રહી છે. આ આઠ મંગલના વિશેષાર્થ વિશે આપણે જોઇએ: સ્વસ્તિક : અષ્ટમંગલમાં સૌ પ્રથમ સ્વસ્તિક હોય છે. સ્વસ્તિક (એના ઉપરથી શબ્દ આવ્યો છે સાથિયો) એક ઉત્તમ મંગલ તરીકે હજારો વર્ષથી મનાય છે. જૈન, બૌદ્ધ અને વૈદિક એ ત્રણે પરંપરામાં અર્થાત્ સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકનું સ્થાન ગૌરવવંતુ રહ્યું છે. સ્વસ્તિક એટલે શુભ, મંગલ અને કલ્યાણકારી. જે સ્વસ્તિ અર્થાત્ ભલું, આશીર્વાદરૂપ કરે તે સ્વસ્તિક. સ્વસ્તિકની આકૃતિ સરલ, રમણીય અને આલાદક છે. સાથિયો કરવાનું નાના બાળકને પણ આવડે એવું છે. સ્વસ્તિક શુભેચ્છાનું, સ્વાગતનું પ્રતીક છે. સ્વસ્તિક ભગવાન સુપાર્શ્વનાથનું લાંછન છે. સ્વસ્તિકમાં પ્રથમ સીધી ઊભી લીટી અને પછી અધવચ્ચેથી સીધી આડી લીટી હોય છે. એ વત્તાની એટલે કે વૃદ્ધિની નિશાની છે. આ ઊભી-આડી મળીને ચાર થયેલી લીટીને છેડે ચાર પાંખિયાં દોરવામાં આવે છે. એટલે કોઇપણ ચાર વસ્તુના પ્રતિનિધિ તરીકે એને ઘટાવી શકાય. વૈદિક પરંપરામાં સ્વસ્તિક ચાર પુરુષાર્થ–ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક તરીકે અથવા ચાર યુગ-સત્ય, ત્રેતા, દ્વાપર અને કલિના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. સ્વસ્તિક શાંતિ અને સુખનું પ્રતીક છે. જૈન પરંપરામાં સ્વસ્તિકને દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ગતિના પ્રતીકરૂપે પણ માનવામાં આવે છે. જિન મંદિરોમાં તીર્થકર ભગવાનની દ્રવ્યપૂજામાં ચોખાનો સાથિયો કરવામાં આવે છે. સાથિયા ઉપર ત્રણ ઢગલી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004578
Book TitleJain Dharmana Pushpaguchha
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy