________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
૨ ૩૯
કરવામાં આવે છે. ત્રણ ઢગલી તે સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપી ત્રણ રત્નો છે. એની ઉપર અર્ધચંદ્રાકાર આકૃતિ કરાય છે તે સિદ્ધશિલા છે અને તેની ઉપર નાની ઢગલી તે સિદ્ધ ભગવંતો છે. જીવે એ ચારગતિમાંથી ત્રણ રત્નો વડે નીકળી મોક્ષગતિ પ્રાપ્ત કરી સિદ્ધશિલા પર પહોંચી ત્યાં અનંત કાળ માટે વિશુદ્ધ આત્મસ્વરૂપે સ્થિર થવાનું છે.
સ્વસ્તિકમાં પ્રત્યેક લીટીનું પાંખિયું જમણી બાજુ વળે એ સીધો સ્વસ્તિક છે અને તે મંગળરૂપ છે. પાંખિયાં ડાબી બાજુ વળે તો એ ઊંધો સ્વસ્તિક બને છે અને તે અમંગળરૂપ ગણાય છે. (હિટલરે આ ઊંધો સ્વસ્તિક પોતાના ચિહ્ન તરીકે સ્વીકાર્યો હતો.).
શ્રીવત્સ : સંસ્કૃત શબ્દ “શ્રીવત્સ' એટલે પુરુષની છાતીનો મધ્યભાગ. પુરુષને છાતીના મધ્યભાગમાં, નાના ખાડા જેવા ભાગમાં જ્યાં થોડા વાંકડિયા વાળ ઊગે છે એ અંગને “શ્રીવત્સ” કહેવામાં આવે છે. સામાન્ય માણસો કરતાં મહાપુરુષોનું શ્રીવત્સ શોભાયમાન અને પૌરુષ તથા પુરુષાર્થનું પ્રતીક મનાય છે. તીર્થકરોની પ્રતિમામાં આ શ્રીવત્સ ચોકટ આકારે કલાત્મક રીતે ઉપસાવવામાં આવ્યું હોય છે. હિંદુ પરંપરામાં ભગવાન શ્રી વિષ્ણુના છાતીના એ મધ્ય ભાગને શ્રીવત્સ કહેવામાં આવે છે એટલું જ નહિ, શ્રીવત્સ વિષ્ણુના લક્ષણ” તરીકે પણ ઓળખાય છે. શ્રીવત્સ ભગવાન શીતલનાથનું લાંછન
છાતીમાં હૃદય રહેલું છે. તીર્થકર ભગવાનની દેશના એમના હૃદયમાંથી સ્કુરે છે. એટલે હૃદય અથવા એના પ્રતીક તરીકે શ્રીવત્સ દેશનાનું ઉદ્ગમસ્થાન છે. આથી આ પવિત્ર અંગને મંગળમય માનવામાં આવે છે.
ચોકટ કે હીરા જેવી આકૃતિને કલાત્મક રીતે શિલ્પીઓ અને ચિત્રકારો વિકસાવતા ગયા અને સમય જતાં એને કમળ કે અન્ય ફૂલ કે પાંદડીના જેવી આકૃતિ અપાઈ. એક નાની અને એક મોટી લાંબી પાંદડી જેવી આકૃતિ પણ બનાવાઈ છે અને પરાગયુક્ત પુષ્પ જેવી આકૃતિ પણ થઈ છે. લાંબા, ટૂંકા કિરણો સહિત સૂર્ય જેવી આકૃતિ પણ દોરાઈ છે. વસ્તુતઃ કલાકારોએ શ્રીવત્સની આકૃતિને જુદી જુદી રીતે વિકસાવી અને પછી એની પરંપરા ચાલી.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org