________________
૨ ૪૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ
ક્યારેક તો આ શ્રીવત્સ છે એમ ઓળખી પણ ન શકાય એવી અટપટી આકૃતિઓ દોરાઈ છે. “શ્રીવત્સ’ એ મનુષ્યના એક શુભ અંગલક્ષણ તરીકે મનાય છે. એટલે મંગલ વસ્તુઓમાં એની ગણના થવા લાગી, એટલું જ નહિ વખત જતાં અષ્ટમંગલમાં પણ એને સ્થાન મળ્યું છે.
નંદ્યાવર્ત : નંદ્યાવર્ત એ સ્વસ્તિકનું જ વધુ વિકસિત અને કલાત્મક સ્વરૂપ છે. નંદ્યાવર્તની આકૃતિ બોદ્ધ અને જૈન પરંપરામાં જેટલી જોવા મળે છે એટલી બ્રાહ્મણ (હિંદુ) પરંપરામાં જોવા મળતી નથી. બૌદ્ધ પરંપરા કરતાં જૈન પરંપરામાં તે વિશેષ જોવા મળે છે. જેને પરંપરામાં તે સુનિશ્ચિતપણે, અનિવાર્યરૂપે અદ્યાપિ પર્યત સતત જોવા મળે છે. અરનાથ ભગવાનનું એ લાંછન છે.
નંદ અથવા નંદિ સાથે આવર્ત શબ્દ જોડાતાં નંદાવર્ત અથવા નંદ્યાવર્ત શબ્દ થાય છે. નંદ અથવા નંદિ શબ્દ આનંદના અર્થમાં છે. આવર્ત શબ્દના વળાંક, વર્તુળ, વમળ, ફરીથી આવવું ઇત્યાદિ અર્થો થાય છે. નંદ્યાવર્ત સુખના આવર્તનરૂપે છે.
સાથિયો ચાર ગતિનો સૂચક છે તેમ નંદ્યાવર્ત પણ ચાર ગતિનો સૂચક છે. નંદ્યાવર્તમાં પ્રત્યેક ગતિનું પાંખિયું અંદર વળાંક લઈ પછી બહાર નીકળે છે. ચાર ગતિરૂપ સંસાર આવર્ત એટલે કે વમળોથી ભરેલો છે. એમાંથી નીકળવું દુષ્કર છે. નદી કે સમુદ્રના પાણીમાં વમળમાં ફસાયેલો માણસ ડૂબી જાય છે. કોઈક જ ભારે બળ વાપરી એમાંથી બહાર નીકળી શકે છે. તેવી રીતે સંસારના આ વમળોમાં ન ફસાતાં સાવધાન બની બહાર રહેવું જોઇએ અને જો ફસાયા તો જબરો પુરુષાર્થ અને પરાક્રમ કરી એમાંથી બહાર નીકળવું જોઇએ.
નંદ્યાવર્તનો અર્થ બીજી રીતે પણ ઘટાવાય છે. નંદ્યાવર્તમાં પ્રત્યેક લીટી કેન્દ્રથી બહાર નીકળે ત્યાં સુધીમાં એમાં નવ ખૂણા આવે છે. નવનો આંક નવ નિધિનો સૂચક છે. નવનો આંક અક્ષય મનાય છે કારણ કે એને ગમે તેટલાથી ગણવામાં આવે તો આવેલા જવાબનો સરવાળો ફરી નવ થઈ જાય છે. આથી નંદ્યાવર્તને અક્ષય નિધિના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે. નંદ્યાવર્ત સુખસમૃદ્ધિના આવાસ તરીકે પણ ઓળખાય છે. નંદ્યાવર્તની
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org