________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
૨૪૧
આકૃતિને ‘સર્વતોભદ્ર’ પણ કહેવામાં આવે છે. ચારે બાજુથી એક સરખી સુંદર કલાત્મક આ મંગલ આકૃતિ ગમી જાય એવી છે.
વર્ધમાનક-શરાવસંપુટ ઃ
‘અષ્ટમંગલ’માં એક મંગલ તે વર્ધમાન અથવા વર્ધમાનક છે. એનો અર્થ થાય છે કે જે વૃદ્ધિ પામે છે અથવા જે વૃદ્ધિ કરે છે તે. વર્ધમાનક એટલે નાના કે મોટા કોડિયા જેવું માટીનું વાસણ (પછીથી એ ધાતુનું પણ થયું). એને માટે બીજો સંસ્કૃત શબ્દ છે ‘શરાવ'. આ શરાવના ખાડામાં ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો મૂકી શકાય. જો ખાનારને મોડું થાય તો શરાવ પર બીજું શરાવ ઢાંકવા માટે વપરાય છે. આમ, એક શરાવ ઉપર બીજું શરાવ ગોઠવવામાં આવે છે ત્યારે તે શરાવસંપુટ બને છે. ક્યારેક ‘શરાવ સંપુટ’ને બદલે ફક્ત ‘સંપુટ’ શબ્દ વપરાય છે. સંપુટ થવાથી વસ્તુ સુરક્ષિત બને છે. ઉપર નીચે એમ બંને બાજુથી એને રક્ષણ મળે છે.
ઉપર નીચેના શરાવ ખસી ન જાય એટલા માટે એને નાડાછડીથી બાંધવામાં આવે છે. (શરાવ પરથી ‘સાવલાં’ શબ્દ આવેલા છે.) લગ્નવિધિમાં શરાવ સંપુટનો ઉપયોગ મંગલક્રિયા તરીકે થાય છે.
વર્ધમાનકની યંત્રમાં દોરેલી આકૃતિ તંત્રવિદ્યાની સાધનામાં પણ ઉપયોગી મનાય છે.
કળશ :
ભારતીય સંસ્કૃતિમાં કળશનું મહત્ત્વ ઠેઠ પ્રાચીન કાળથી જોવા મળે છે. કુંભ મલ્લિનાથ ભગવાનનું લાંછન છે. જળથી ભરેલો કુંભ એ જીવનની પૂર્ણતાનું પ્રતીક છે. જળ જીવનનિર્વાહનું મહત્ત્વનું સાધન છે. હિંદુ ધર્મ પ્રમાણે જળના દેવતા વરુણનો કળશ સાથે અવિનાભાવ સંબંધ છે. ઘરે ઘરે કુંભ હોય છે. જળને જીવન તરીકે ઓળખાવવામાં આવે છે. જળ શુદ્ધિનું પણ પ્રતીક છે. જળસ્નાનથી માણસ વિશુદ્ધ બને છે. બેડું ભરીને સામેથી આવતી પનિહારી શુકનવંતી મનાય છે. તીર્થંકર ભગવાનના જન્મ સમયે સ્નાત્ર મહોત્સવ દેવો કરે છે, ત્યારે તેઓ વિવિધ જાતિના કળશ ભરીને ભગવાનને મેરુ શિખર પર સ્નાન કરાવે છે. આમ કળશ એ વિશુદ્ધિ અને પરિપૂર્ણતાનું પ્રતીક છે. કોઇપણ કાર્ય પૂર્ણ થાય એટલે કળશની સ્થાપના કરવામાં આવે છે. મંદિરનું શિખર બંધાઈ રહે ત્યારે એના પર કળશ ચડાવવામાં આવે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org