________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૨૪૨
જૂના વખતમાં લહિયાઓ પોથી (હસ્તપ્રત) પૂરી લખાઈ જાય ત્યારે છેલ્લે કળશની આકૃતિ દોરતા. કળશ એ પુરુષાર્થ અને પૂર્ણાહુતિનું પણ પ્રતીક છે. આથી કળશને અષ્ટમંગલમાં સ્થાન અવશ્ય મળે જ એ સ્વાભાવિક છે. એમાં કળશની આકૃતિ જુદી જુદી રીતે, ક્યારેક આંખો સાથે, જાણે મનુષ્યની મુખાકૃતિ હોય એવી રીતે દોરવામાં આવે છે.
શુભ પ્રસંગે સાચા કળશની સ્થાપના થાય છે. એવા કળશ ઉપર નકશીકામ થાય છે. ચાંદીના કે સોનાના કળશ પણ બનાવવામાં આવે છે. સુવર્ણ કળશ સમૃદ્ધિનું પ્રતીક બની રહે છે.
માનવદેહને ઘટ અથવા કુંભ તરીકે ઓળખાવાય છે. એ આત્મજ્યોતિથી સભર છે. એટલે ઘટઘટમાં અર્થાત્ રગેરગમાં ભગવાનનો વાસ છે એમ કહેવાય છે.
ભદ્રાસન :
તીર્થંકર પરમાત્મા સિંહાસન પર બેસી સમવસરણમાં દેશના આપે છે. સભામાં મુખ્ય આસન એ પ્રભુતાનું દ્યોતક છે. વળી આસન એ સ્થિરતાનું પ્રતીક છે. માણસ જ્યાં સુધી આસનબદ્ધ ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ સાધી શકતો નથી. આસનની સ્થિરતાથી કાયાની સ્થિરતા પ્રાપ્ત થાય છે અને કાયાની સ્થિરતાથી ધ્યાનની સ્થિરતા વધે છે. ઉચ્ચતમ ધ્યાન વડે એટલે કે શુકલધ્યાન વડે જ જીવ કેવળજ્ઞાન પામે છે અને મોક્ષગતિ મેળવી શકે છે. આ અર્થમાં આસનનું-ભદ્રાસનનું મહત્ત્વ છે. એટલે એને અષ્ટમંગલમાં સ્થાન અપાયું છે. દિગંબર પરંપરા પ્રમાણે તીર્થંકરની માતાને આવતાં સ્વપ્નોમાં એક સ્વપ્ન સિંહાસનનું છે.
મત્સ્યયુગલ :
મીન અથવા મત્સ્ય એટલે માછલી. મસ્ત્યયુગલ, મીનયુગ્મ, અથવા મીનમૈથુન એટલે બે માછલી. મંગલમાં આ બંને માછલીઓ પરસ્પર સન્મુખ હોય છે. (ક્યારેક બંને માછલી પરસ્પર વિમુખ પણ બતાવાય છે.) આ બંને માછલીઓને નર અને માદાના યુગલ તરીકે ગણવામાં આવે છે. મીનયુગલ સુખનું પ્રતીક છે.
પ્રાગૈતિહાસિક કાળથી જનજીવનમાં માછલીનું મહત્ત્વ સ્વીકારાયેલું છે. જળચરમાં તે અગ્રગણ્ય છે. પાણીમાં તરવાની અને આ કિનારાથી સામા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org