________________
બોધિદયાણ
ધર્મમય જીવન જીવતાં હોય છે.
યથાપ્રવૃત્તકરણ કરી ૭૦ ક્રોડાકોડમાંથી ૬૯ તો સહેલાઈથી અનેકવાર વગર પુરુષાર્થે ખપે, પરંતુ બાકીના જે ન ખપે તે માટે મોટો વિપુલ, પ્રખર પુરુષાર્થ કરવો પડે, ઉગ્ર તપશ્ચર્યા કરવી રહી, ઉગ્ર ઉપસર્ગો સહન કરવા પડે. આથી છેવટનું શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ થતાં શુભ અધ્યવસાય આવે, સત્સંગ થાય, સદ્ગુરુની વાણી સાંભળે, અંતરાત્માની નિર્મળતા થાય. આવો નિર્મળતા પામેલો આત્મા શુભ ભાવથી કોઈક આત્મા અતિ દારૂણ એવી ગ્રંથિ અપૂર્વકરણરૂપી વજથી કઠણ ગાંઠ તોડી દર્શન પામે છે. આ અપૂર્વકરણરૂપી હથિયાર કોઈ ન આપી શકે, તેમાં કોઈ નિમિત્ત થઈ શકે, પુરુષાર્થ જગાડવો પડે, વર્ષોની સાધના જોઇએ, ત્યારે જ અપૂર્વકરણના પરિણામ જાગે છે. અપૂર્વકરણ દ્વારા ગ્રંથિભેદ થયા પછી દર્શન થતાં આત્માનું સ્વરૂપ બદલાઈ જાય છે. અંતરની પરિણતિ બદલાતાં યથાર્થદર્શન થતાં વસ્તુનું યથાર્થદર્શન થાય છે એવું શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથમાં આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિ કહે છે તે અમારા ક્ષયોપશમ પ્રમાણે રજુ કરીએ છીએ. ભાવ પ્રગટ કરીએ છીએ, તેઓએ ફરમાવ્યું છે કે -
સતિ ચાસ્મિન્નસો ધન્યઃ સમ્યગ્દર્શનસંયુતઃ તેવો જીવ ભવસાગરમાં રમતો નથી. દર્શન પામ્યાનું લક્ષણ છેઃ “તત્ત્વશ્રદ્ધાનું પૂતાત્મા રમતે ન ભવોદધી'. દર્શનથી મિથ્યાત્વમાંથી મુક્તિ થાય છે, મિખ્યાત્વથી છૂટે છે, દર્શન થતાં એટલે કે સમ્યગદર્શન થયું તેનાથી મોક્ષનું બીજ પડ્યું જે વૃક્ષ રૂપે મોક્ષ પ્રગટશે, વર્તમાનમાં મોક્ષની ભૂમિકા તો તૈયાર થઈ શકે ને ? જેટલાં બંધન છૂટે તેટલો મોક્ષ. મિથ્યાત્વ જાય, સમકિત આવે ત્યારે આ કાળનો મોટો મોક્ષ જ છે; કેમકે જેમણે મિથ્યાત્વરૂપી ઝેર વમી દીધું તેથી ભવાંતરમાં ભટકવાનું, રખડવાનું, ન હોય.
આથી જ અનંત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ આ અસાર સંસારમાં બોધિ એટલે કે સમ્યગ્દર્શનને આટલું બધું મહત્ત્વ આપ્યું છે. એ પ્રકારની મહત્તા સાથેની દુર્લભતા આ સંસારમાં જીવ માટે બીજી કોઈ વસ્તુની હોય એવું માનવામાં આવ્યું નથી. વળી અરિહંત થનારા આત્માઓ જે પ્રથમ સમ્યગ્દર્શન પામે તે અન્ય આત્માઓના સમગ્ગદર્શન કરતાં ઉચ્ચ કોટિનું હોય છે. માટે તેમના તે પ્રથમ સમગ્ગદર્શનને “વરબોધિ' કહે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org