________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ ચેઈયા' બોલતા હોય છે. તેમાં પણ શ્રદ્ધાપૂર્વક, મેઘાપૂર્વક, ધૃતિપૂર્વક, ધારણાપૂર્વક, અનુપ્રેક્ષાપૂર્વક જે સતત વર્ધમાન છે તેનાથી પણ ભગવાનના વિંદનના, પૂજાના, સત્કાર માટે, સન્માન માટે, બોધિલાબ મેળવવા માટે કાયોત્સર્ગ કરતા હોય છે. અહીં પણ બોધિલાભવત્તિયા એ એટલે કે બોધિ લાભ મેળવવા માટે; પણ આ બોધિ તે ધર્મ પ્રાપ્ત કરવા માટે સમતા એટલે સમકિત પ્રાપ્ત કરવાના શુભ ભાવથી આ સૂત્રમાં પણ બોધિલાભનો પ્રયોગ કરાયો છે. જે બતાવે છે કે કોઈ પણ અનુષ્ઠાનાદિમાં જે મેળવવાનું છે તે સાચો ધર્મ એટલે કે સમકિત છે. એની કિંમત અગ્રસ્થાને મૂકેલા એકડા જેવી અને જેટલી છે. ટૂંકાણમાં બોધિલાભ એટલે જિનેશ્વરદેવે ફરમાવેલા, પ્રતિપાદિત કરેલા ધર્મની પ્રાપ્તિ માટે વંદનાદિ કરવાના છે જેના લાંબા ગાળે કે ઝટ મળનારા ફળ તે નિરુવસગ્ગવત્તિયાએ છે જેનો અર્થ છે નિરુપસર્ગ પ્રત્યયે યાને નિરુપસર્ગ નિમિત્તે. નિરુપસર્ગ એટલે મોક્ષ, જ્યાં કોઈ જન્મ, મરણ, કર્માદિ ઉપસર્ગ, ઉપદ્રવ નથી.
આ લેખ લખવામાં જે મહાન વ્યક્તિઓ-વિભૂતિઓનાં લખાણનો મેં લાભ લીધો છે તેમનો હું ખાસ ત્રણી છું. તેઓ છે શ્રી સિદ્ધર્ષિ જેઓ ૨૧ વખતના આંટાફેરા પછી યાકિનીમહત્તરાસૂનુના સૂચનથી, શ્રી હરિભદ્રસૂરીશ્વરજી જેઓએ લખેલા લલિતવિસ્તરા ગ્રંથનું અવલોકન કરવાથી માર્ગસ્થ થયા. આ લલિતવિસ્તરા” ગ્રંથના વિવેચનાના વર્તમાનકાળના વિવેચક શ્રી ભાનુવિજયજી ગણિ હતા. તેઓ સિદ્ધાન્ત મહોદધિ સુવિદિત શ્રમણગચ્છાધિપતિ પૂ. આચાર્યશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમર્થ શિષ્ય હતા. તેઓ વર્ધમાન તપોનિધિ આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ થયા. તેઓના પરમ તેજનું અને લલિતવિસ્તરા ગ્રંથ પરની શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજીની ટીકાનું અધ્યયન કરી જે કંઈ લખું છું તે માટે તેઓનો અત્યંત ઋણી તથા આભારી છું. આ ગ્રંથોનો અભ્યાસુ વર્ગ જે બહુ અલ્પસંખ્યક હોય છે. તેઓનો જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ થાય તે કંઈ આશ્ચર્યકારી ન જ હોય ને ? સમકિત મેળવવાનું સુંદર ભાથું અત્રે ઉપલબ્ધ છે. આવા સુંદર તત્ત્વજ્ઞાનની જેમાં સરળ શૈલીમાં ચર્ચા-વિચારણા, વિવેચનાદિ ઉપલબ્ધ છે તે લેખકોનાં જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમનો જ પ્રભાવ છે. આવાં સુંદર તત્વજ્ઞાનપ્રેરક ગ્રંથોનો સારાંશ આમ છે કે ઉત્તમ પુરુષો ધર્મને માત્ર સંકટ સમયે જ યાદ ન કરતાં સદાકાળ માટે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org