________________
મોહનીયની માયાજાળ
૧૯
સાક્ષાત્ જોયો. ત્યાં ઇન્દ્ર ઇન્દ્રાણીને મનાવતો જોઈ મુનિ હસ્યા અને તરત ક્ષયોપશમ ચાલ્યો ગયો. આ નિરનુબંધ ક્ષયોપશમ. અહીં મોહનીય કર્મના ઉદય ચિત્ત કલિષિત થયું, ક્ષયોપશમ રદ થઈ ગયો, ગુણઘાત કર્યો, આગળ ગુણ અટક્યો, વધ્યો નહીં. સારાંસ એટલો છે કે કર્મબંધ સાનુબંધ નહિ થવા દેવો જોઇએ અને ક્ષયોપશમ સાનુબંધ કરવો જોઇએ. સમસ્કત્વ પામેલો જીવ અનાદિની રાગ-દ્વેષની કઠમ ગાંઠ તોડી ગ્રંથિભેદ કરે છે તેથી તે એવા અતિ સંકિલન્ટ, અતિ સાનુબંધ કલેશવાળો બનતો નથી કે જેથી માર્ગ પ્રાપ્ત ટકી જાય. ગ્રંથિભેદ કરનારનો ક્ષયોપશમ સાનુબંધ હોવાથી અનિવૃત્તિકરણની પ્રક્રિયા માંડે છે તેથી નિરનુબંધ ક્ષયોપશમ કરતાં જુદો પડે છે.
ગુણસ્થાનોનું વિભાગીકરણ મુખ્યતયા મોહનીયકર્મની વિરલતા, ઉપશમ, કે ક્ષયના આધારે કરવામાં આવ્યું છે. તેના બે પ્રકારોમાંથી દર્શનમોહનીયનું કાર્ય આત્માના સમ્યકત્વ ગુણને આવૃત કરવાનું છે, જેથી આત્મામાં તાત્વિક રૂચિ કે સત્યદર્શન થવા પામતું નથી. જયાં સુધી દર્શનમોહનીયની વિરલતા કે ક્ષય ન થાય ત્યાં સુધી ચારિત્રમોહનીયનું બળ ઘટતું નથી. માટે પ્રથમાનાં ચાર ગુણઠાણાં દર્શનમોહનીયની વિરલતા, ઉપશમ કે ક્ષયની મુખ્યતયા છે. જેમકે ૫ થી ૭મા ગુણઠાણા ચારિત્રમોહનીયકના ક્ષયોપશમને આધારે છે. અમા, ૯મા અને ૧૦મા ગુણઠાણાં ચારિત્રમોહનીના કેવળ ઉપશમ કે ક્ષયની મુખ્યતયા છે. ૧૧મું ગુણઠાણું ચારિત્રમોહનીયના માત્ર ઉપશમની અપેક્ષાએ છે; જ્યારે ૧૧ થી ઉપરના ગુણઠાણાંઓ મોહનીયાદિ ક્ષયને આધીન છે. આ કારણથી ગુણઠાણાનું વિભાગીકરણ મોહનીયકર્મના તરતમભાવને આધારે કરવામાં આવ્યું છે. આ અંગે અત્રે પ્રત્યેક ગુણઠાણામાં મિથ્યાત્વ કે મોહનીયની તરતમતા વગેરેની ચર્ચા લાંબી થઈ શકે.
તીર્થકરો વીતષ નહિ પણ વીતરાગ કહેવાય છે. તેષ કરતાં રાગ વધુ ભયંકર છે. નવસ્મરણમાં કેટલાંક મોહ સંદર્ભમાં જોઇએ. ચોથા સ્મરણ તિજ્યપહુતતમાં તિર્થંયરા ગયોહા (૧૦), વિનયમોહ (૧૧) છે. અજિતશાંતિ
સ્મરણમાં વિગતયા, વિગયરયા (૧૩) રાગદોસભય મોહવઝિ (૨૫) જિઅહં (૨૭) ૯મા કલ્યાણ મંદિરમાં મોહક્ષયાદિનુભવજ્ઞપિ (૪)માં મોહ વિષે નિર્દેશ કર્યો છે. તેમજ ૩૭માં નૂન ન મોહતિમિરાવૃતલોચને પૂર્વ વિભો ! સકૃદપિ પ્રવિલોકિતોડસિ!
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org