________________
૨૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ મોહનીયકર્મની જાળને કેવી રીતે તોડવી ? કેવી રીતે નષ્ટ કરવી ? કેવી રીતે નેસ્તનાબુદ કરવી તે જરા તપાસીએ. આઠે કર્મોમાં મોહનીયનો સૌથી વધુ કાળ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમનો છે. તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો છે. તેમાં સુપુરુષાર્થને અવકાશ છે. મોહનીયને નષ્ટ કરવા સમ્યગ્દર્શન પામવું જોઇએ. તે માટે સૌ પ્રથમ શુદ્ધ યથાપ્રવૃત્તિકણ જોઇએ. તે માટે સંચાર ખરાબ છે. તેના પરથી આંખ ઊઠવી જોઇએ. તેના વગર શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ આવે નડિય ગ્રંથિદેશે આવેલો જીવ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પામી શકે, પણ પામે જ એવો નિયમ નહિ. ગ્રંથિદેશે જીવ યથાપ્રવૃત્તિકણ દ્વારા જ આવે. એવા અનાદિ યથાપ્રવૃત્તિકરણથી નદીધોલપાષાણ ન્યાયે જીવ જ્યારે આયુષ્યકર્મ સિવાયના સાત કર્મોની સ્થિતિ અંતઃકોટાકોટિ કરે, ત્યારે તે જીવ ગ્રંથિદેશે આવેલો ગણાય. ફરી ડૂબવું ન જોઇએ.
ચૌદ પૂર્વધર શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી ફરમાવે છે કે સંસાર સાગરાઓ ઉબુડો મા પુણો નિબુહિજ્જા ! ચરણકરણ વિહીણો બુટ્ટઇ સુબહુપિ જાણતો .
પરંતુ ગ્રંથિદેશે આવેલા જીવની આંખ સંસારના સુખ ઉપર ચોંટેલી ને ચોંટેલી હોય છે. અભવ્યો અને દુર્ભો પણ ગ્રંથિદેશે આવી શકે છે. તેથી સંસાર ઉપરથી દૃષ્ટિ બગાડવી જોઇએ. કેમ કે તે અભવ્યો અને દુર્ભવ્યો સાધુપણાની અને શ્રાવકની ક્રિયા કરતા હોય, આ લોક કે પરલોકના સુખ ખાતર ભવાભિનંદી તરીકે નવરૈવેયક કે પૂર્વોનું જ્ઞાન પમ હોય પમ એક મિથ્યાત્વના અસ્તિત્વથી બધું નિરર્થક નીવડે છે. આ કે પરલોકના સુખની વાંછા છે. ક્રિયા કરે છે; પણ તે સંમૂર્ણિમ રીતે પરિણતિ વગરની હોય છે, બધું બરબાદ થઈ જાય છે. તેથી ગ્રંથિદેશથી આગળ વધવા માટે આંક ઊઠવી જોઇએ, તે વગર નિસ્તાર નથી, વધુ ને વધુ તે સુખમાં ખૂંપી જવું ન જોઇએ. સંસાર સુખની જે જરૂર પડે તે નબળાઈ છે એવું લાગે તો શુદ્ધયથાપ્રવૃત્તિકરણ આવે.
તે માટે ત્રણ વસ્તુ પ્રગટવી જોઇએ. (૧) તીવ્રભાવે પાપ ન કરે (૨) નિર્વેદ યાને સંવેગ અને (૩) ઔચિત્ય. વળી કહેવાયું છે કેજિણવયણે અણુરત્તા જિણવયણે જે કરેં તિ ભાવેણ રે અમલા અસંક્લિષ્ટા તે હુંતિ પરિત્તસંસારી / તેથી હવે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણથી અપૂર્વકરણથી અપૂર્વકરણ ત્યારબાદ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org