________________
૨ ૨૪
જૈન ધર્મના પુષ્પગુચ્છ પ્રગટ કરી સ્વરૂપસ્થ થવાનું છે એટલે મારા આત્માની મૂળ સ્થિતિમાં આવી જવાનું છે.
આત્મા વિષે બહુ જ ટુંકાણમાં કહેવું હોય તો તે અરૂપી, અનામી, અદશ્ય, અચલાદિ ગુણોવાળો પ્રત્યક્ષ દષ્ટિગોચર થતો નથી. ઈન્દ્રિગમ્ય નથી છતાં પણ તેનું લક્ષણ પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થમાં કહ્યું છે કે “ઉપયોગો લક્ષણ. ચેતના લક્ષણો જીવાઃ” આત્માનું લક્ષણ ઉપયોગ અને ચેતના છે. ઉપયોગ એટલે જ્ઞાનાત્મક અને દર્શનાત્મક જ્ઞાનદર્શનને જ ઉપયોગ કહેવાય. પ્રતિક્રમણ કે વ્યાખ્યાનાદિમાં ઘોંઘાટ થાય ત્યારે “ઉપયોગ, ઉપયોગ રાખો” એમ કહેવાય છે. તે સૂચવે છે કે અત્યારે તમારો જાણવા જોવાનો તમારો જ્ઞાનદર્શનનો ઉપયોગ ચાલી રહ્યો છે તેમાં સ્થિર થજો, રહેજો જેથી એકાગ્રતા તૂટી ન જાય. ઉપયોગ કે ચેતના બંને એક જ છે. સમાનાર્થક શબ્દો છે. અરિહંતના ભેદ કે પ્રકારો નથી. જ્યારે સિદ્ધોના શાસ્ત્રમાં ૧૫ ભેદો દર્શાવ્યા છે તે આ પ્રમાણે છે. (૧) જિનસિદ્ધ, (૨) અજિન સિદ્ધ, (૩) તીર્થ સિદ્ધ, (૪) અતીર્થ સિદ્ધ, (૫) ગૃહસ્થલિંગે સિદ્ધ, (૬) અવલિંગે સિદ્ધ, (૭) સ્વલિંગ સિદ્ધ, (૮) સ્ત્રીલિંગે સિદ્ધ, (૯) પુરુષલિંગે સિદ્ધ, (૧૦) નપુંસકલિંગે સિદ્ધ, (૧૧) પ્રત્યેક સિદ્ધ, (૧૨) સ્વયંબુદ્ધ સિદ્ધ, (૧૩) બુદ્ધબોધિત સિદ્ધ, (૧૪) એક સિદ્ધ, (૧૫) અનેક સિદ્ધ.
ઉપરના સિદ્ધો બતાવે છે કે જેનો સંકુચિત માનસના નથી. અહીં તો આત્મા ઉપર લાગેલાં કર્મોના આવરણોનો ક્ષય કરી આત્મગુણો પ્રગટાવી આગળ આગળનાં ૧૪ ગુણસ્થાનકો ચઢતાં ચઢતાં જે આગેકૂચ કરી શકે છે તે જેન હોય, જૈનેત્તર હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, કોઈપણ ભવ્યાત્મા તથા ભવ્યતાના પરિપાકના ફળરૂપે મોક્ષમાં ક્યાં તો અરિહંત થઈ શકે અથવા સિદ્ધ પણ થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપાદિ ગુણોના સમૂહાત્મક પિંડનું નામ જ આત્મદ્રવ્ય છે અને તેનું ગુણોનું અસ્તિત્ત્વ આત્મા સાથે અનંતકાળ સુધી રહેવાનું.
તાત્પર્ય એટલું જ કે આપણે આ ચર્ચા, વિચારણા, આલોચના, પ્રરૂપણાના અંતે આત્મા જે ચેતન તત્ત્વ છે, શરીરાદિ તેને ચોંટેલા કર્મો બંને જડ છે. જેમ લોહચુંબક લોખંડના કણોને આકર્ષી પોતાની સાથે એકાકાર કરે છે તેમ કાર્મણવર્ગણા આત્માના પ્રદેશો સાથે જે રાગ-દ્વેષ, કષાયાદિથી મોહનીય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org