________________
આત્મતવ
૨ ૨૫
પરિસ્થિતિમાં સંક્રાન્ત થઈ જાય છે તે બધું આત્માના નિજગુણો ઉપયોગ અને ચેતના એટલે કે જાણવું અને જોવું ક્રિયાન્વિત થતાં આત્મા પોતાની મૂળભૂત સ્થિતિમાં આવે છે. અહીં એટલું ધ્યાનમાં રાખવાનું કે આ બે ગુણો ઉપયોગ અને ચેતના આત્માના ગુણધર્મો છે નહીં કે જડ અચેતન શરીર કે કર્મોના. આત્મતર જડ ટેબલ, ખુરસી, અરિસો, ઘર, સંપત્તિ વગેરે કોઈના નથી, આત્માના જ નિજ ધર્મો છે જે સનાતન, શાશ્વત, સૈકાલિક છે.
છદ્મસ્થનો આત્મા હોય કે તીર્થકરોનો, આત્માના ગુણો બંનેમાં છે જ, એકમાં અનાવૃત, જ્યારે બીજામાં આવરિત. ભક્તામરમાં આત્મા વિષે કહ્યું છે કે-ધૂમાડા વગરનો અને તેલવિહીન હોવા છતાં પણ ત્રણે જગતને પ્રગટ કરનારો છે. જે ઝંઝાવાતથી ઓલવાઈ ન જાય તેવો સકલ જગતને પ્રકાશિત કરનારો છે (૧૬) જે રાહુથી ગ્રસિત થનારો નથી અને એકી સાથે ત્રણે લોકને પ્રકાશિત કરનાર છે, જેનો પ્રકાશ વાદળોથી ઢંકાનારો નથી અને જેનો મહિમા સૂર્યને આંબી જાય તેવો છે (૧૭) જે હંમેશા ઉદિત રહેનારો તથા મોહરૂપી મહા અંધકારને નષ્ટ કરનારો છે. જગતને અપૂર્વ ઢબે પ્રકાશિત કરનારો, ચંદ્રબિંબ સમાન છે. તમારા મુખરૂપી ચંદ્રથી શશિ, અગ્નિ તથા સૂર્યની ક્યાં જરૂરત રહી છે કેમ કે તમારા મુખરૂપી ચંદ્રનો શીતલ પ્રકાશ જ અંધકારને નષ્ટ કરે તેમ છે (૧૯).
કલ્યાણ મંદિરમાં પણ આમ કહ્યું છે -જન્મોરૂપી સાગરથી પરાંડ-મુખ હોવા છતાં પણ તમારા આશ્રિતોને તારક હોવાથી તારો છો. (૨૮) વળી યોગ્ય જ છે કે તમો કર્મોના વિપાકોદય વગરના છો. (૨૯) વિશ્વેશ્વર હોઈ લોકોના રક્ષક છો અને વિશ્વનો વિકાસ કરો છો. અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા, ફંગોળી નાખનાર વિશ્વનો વિકાસ કરે તેવા શાશ્વત જ્ઞાનના અધિપતિ છો (૩૦).
અત્યાર સુધી વિવિધ દૃષ્ટિકોણથી આત્મા વિષયક જે વિવેચન, ચર્ચા, વિગતાદિ રજૂ કરી છે તેમાં સુજ્ઞ વાચકગણને પુનરુક્તિ દોષ જણાય તો તે માટે દિલગિરી સાથે ક્ષમાપ્રાર્થી છું કેમકે કોલેજ કે વ્યાખ્યાનાદિમાં શ્રોતાગણમાંથી આડું અવળું મન વિચારોમાં ચાલી ગયું હોય તો બંને વક્તા વ્યાખ્યાતા કે પાટ પર બેસી વ્યાખ્યાન કરનારા સાધુ ભગવંતો સમજણ વધુ પડે તે માટે જુદી જુદી રીતે એતવિષયક ચર્ચા રજૂ કરે છે જેથી બંને જાતના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org