________________
બહિરાત્માથી પરમાત્મા સુધી ફળાદિ થયું નથી તેથી તે સમયના કોઇ પણ તીર્થકર દેવના યોગક્ષેમના વિષય આપણે બન્યા નથી; જેથી નવા નવા તીર્થંકરદેવો શાસન સ્થાપે રાખે છે. એમના ધોગક્ષેમને અમુક અમુક જ ભવ્યાત્માઓ જુદા જુદા સમયે, જુદા જુદા ક્ષેત્રમાં ઝીલે છે. ક્રમશઃ આગળ વધતાં એક પુદ્ગલપરાવર્તકાળની અંદર અપુનબંધકદશામાં આવી, જે ચરમાવર્તમાં જ સુલભ છે તે વડે મોક્ષ પામે છે. યોગક્ષેમને ઝીલવાનું કાર્ય પહેલવહેલું ધર્મપ્રશંસાથી શરૂ થયું એટલે બીજાની ધર્મસાધના જોઈ કે સાંભળીને અહો કેવો સુંદર ધર્મ ! કેવી ઉત્તમ ક્રિયા ! કેવું સુંદર દાન, શીલ, તપાદિથી આવું થાય કે વચનથી બોલાઇ જાય. કાયા, ચક્ષુ, મુખમુદ્રાદિ ખીલી ઊઠે છે પછી આગળ વધતાં સમ્યકત્વ સર્વવિરતિ, વીતરાગતાથી મોક્ષ સુધી પહોંચવાનું. આ એક જ પુગલકાળની અંદર અંદર બને છે. આ (પ્રક્રિયા) તે માટેની રત્નોથી જડિત સોનેરી ચાવી છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org