________________
રૂઢિર્બલીયસી
૧૩૭ સફળ બનાવ્યો એટલે કે અંતિમ યાત્રા મોશે પહોંચ્યા તેની આછી રૂપરેખા દોરવા પ્રયત્ન કર્યો છે. આ આરામાં આપણે જૈન ધર્મવાળા કુટુંબમાં, આર્યક્ષેત્રમાં, ધર્મશ્રવણ તથા પરિપાલનની ઇચ્છા, ઉત્કંઠા, અનંતપુદ્ગલપરાવર્ત કાળમાં ભટકતા, રખડતા, કુટાતા ૮૪ લાખ યોનિમાંથી ફરતા ફરતા પંચેન્દ્રિય સંન્નિનો જન્મ મેળવ્યો. તેને સાર્થક કરવા મોક્ષ માટેની તમન્ના જોઇએ, મોક્ષ શબ્દમાં બે અક્ષરો મો અને ક્ષ છે. મો એટલે મોહ, મોહનીય કર્મ અને ક્ષ એટલે ક્ષય, નાશ.
જ્ઞાની ભગવંતોએ ચાર પુરુષાર્થ જેવા કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવ્યા છે. મોક્ષ માટે જીવે સતત ઝઝૂમીને ધર્મ કરવાનો છે. તે વિના મોક્ષ ન મળે. ધર્મથી અર્થ અને કામ પણ પ્રાપ્ત થાય છે. મોક્ષ તે સાધ્ય છે અને ધર્મ તે માટેનું સાધન છે, આપણે સાધક છીએ. સાધનની સહાયથી સાધના કરે તો સાધક જરૂર સાધ્યને સાધશે. તે માટે સાધ્ય નક્કી કરો. પ્રવૃત્તિ કરતાં પહેલાં ધ્યેય નક્કી કરવું જરૂરી છે. તે માટેનું એકમેવ અદ્વિતીય લક્ષ સવપાવપ્પણાસણો' હોવું જોઇએ.
ધર્મ કરનારા, ધર્મારાધના કરનારા આપણે ધર્મી સાધક છીએ. તે માટે ભિન્ન ભિન્ન રુચિ જેવી કે દર્શનરુચિ, તપશુચિ, ચારિત્રરુચિ, જ્ઞાનરુચિ વગેરે વગેરે. ધર્મના ક્ષેત્રમાં આ ચારરુચિ મુખ્ય છે. મંદિર દર્શન-પૂજા માટે જવું. જ્ઞાન મેળવવા માટે અધ્યયન, અભ્યાસ, સ્વાધ્યાદિ, ચારિત્ર ધર્મની આરાધના માટે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધાદિ, વિરતિ ધર્મમાં રહેવું અને તપશ્ચર્યાદિ કરવાં તે તપધર્મ છે. તેથી મોક્ષ માટેનો સાચો આરાધના માર્ગ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્ય આત્માના ભેદક લક્ષણો છે. તે જ તેના આત્મગુણો પણ છે. જે ગુણો તે ધર્મ છે. તે ગુણો પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન, પુરુષાર્થ કરવો તે સાચો ધર્મ છે; સાચી સાધના છે. તેથી જીવો જ્ઞાનાચારાદિ પંચાચારને કેન્દ્રમાં સ્થાપી વિવિધ પ્રકારે ધર્મની આરાધના કરે છે. જેવી કે તપશ્ચર્યા, પૂજા-પાઠ, સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાનાદિ અને તે દ્વારા લક્ષ “સવ્વપાવપ્પણાસણો' રહેવું ગટે કેમ કે સર્વ પાપોનો નાશ, ક્ષય વગર મોક્ષનું ધ્યેય સિદ્ધ ન થાય. પાંચ પરમેષ્ઠિને નવકારમંત્રમાં કરાતા નમસ્કારનું ફળ “સવપાવપ્પણાસણો' હોવું જોઇએ કેમ કે કૃત્નકર્મક્ષયો મોક્ષ.
જીવે અનન્તા કર્મો બાંધ્યા, અને અનંતાકર્મોની નિર્જરા કરી ખપાવ્યા, પરંતુ જડ, પોદ્ગલિક કાર્મણવર્ગણા ચોંટેલી જ છે. જેનાથી આત્માનું મહા અહિત
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org