________________
બોધિયાણં
૧૬૫
શકે. અપૂર્વકરણ તે અપૂર્વ છે જે ક્યારેય હજી સુધી કર્યું નથી તેથી અપૂર્વ કહેવાય છે. પૂર્વ-પહેલા જેનું અસ્તિત્વ ન હતું એટલે અપૂર્વકરણનો પુરુષાર્થ
થાય ત્યારે જ ગ્રંથિભેદ થઈ સમ્યગ્દર્શનનાં દર્શન થાય. સમ્યગ્દર્શન પ્રગટ થતાં પદ્માનુક્રમથી આસ્તિકય, અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ પ્રગટ થાય. ધ્યાનમાં રહે કે જ્યાં સુધી આત્મા પર બંધાયેલાં કર્મોની સ્થિતિ ક્રોડાક્રોડ સાગરોપમની હોય ત્યાં સુધી તો જીવ ગ્રંથિદેશથી દૂર જ હોય. તેમાંથી પલ્યોપમના અસંખ્યાતા ભાગ જેટલી થાય ત્યારે જ અંતઃક્રોડાક્રોડી સ્થિતિ થઈ. જ્યારે જીવની તથાવિધ પરિણતિ, પરિણામ જે કર્મનાં બંધન, સંક્રમણ, ઉદીરણા, ઉપશમના, ક્ષમણા કરે છે. તેથી એ ગ્રંથિનો ભેદ કરવા માટે અપૂર્વ વીર્યપરાક્રમ એટલે અપૂર્વક૨ણ ક૨વું પડે. આવું કરનારા જીવો ઘણાં ઓછા, મોટાભાગના તેથી પણ વધુ તીવ્ર રાગ-દ્વેષના પરિણામમાં ચઢી પાછા સુદૂર ચાલી જાય છે. હવે સમજી શક્યા હોઇએ કે મોક્ષ કેમ સો ગાઉ દૂરનો દૂર જ રહે છે.
તેથી અંતઃક્રોડાક્રોડથી અંદર સંખ્યાતા પલ્યોપમ ઓછા થતાં તે જીવ હવે ગ્રંથિદેશે આવ્યો કહેવાય. અપૂર્વકરણથી ગ્રંથિભેદ કરી માત્ર ભવ્યો જ તેવું કરે; અભવ્યો કદાપિ કરનારા નથી જ. અપૂર્વ વીર્યપરાક્રમ અર્થાત્ અપૂર્વકરણ જે પહેલાં ક્યારેય કર્યું નથી તે કરી લે પરંતુ તે પહેલાં જેનાથી અપૂર્વકરણ કરાય તે છેવટનું ચરણ યથાપ્રવૃત્તકરણ કરી છેલ્લે રાગ-દ્વેષનું પરિણામ લંઘી જાય અર્થાત્ મંદ બનાવી દે ત્યાં અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વ રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમણ અને અપૂર્વ સ્થિતિબંધ કરી પ્રતિ અંતર્મુહૂર્ત પૂર્વબંધ કરતાં પલ્યોપમના સંખ્યાતમા ભાગ જેટલો ઓછો ઓછો થતો હવે અનિવૃત્તિકરણ કરાય છે. જે કર્યા પછી સમકિત મેળવ્યા વગર પીછેહઠ કરાતી જ નથી તે મેળવે જ છે. તે વગર અ–નિવૃત્ત એટલે અટકતો નથી. અહીં આવેલા પ્રત્યેક જીવો ઉત્તરોત્તર સમયે અનંતગુણ અનંતગુણ વિશુદ્ધિ વધારે છે અને દરેકને સમયે સમયે પૂર્વ પૂર્વ કરતાં સમાન એકસરખી અનંતગુણ વિશુદ્ધિ થતી જાય છે.
હવે જ્યારે અનિવૃત્તિકરણનો એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે શરૂ થાય છે-અંતરકરણ કરવાની ક્રિયા જે એક સ્થિતિબંધના કાળમાં સમાપ્ત થાય છે. અંતરકરણ એટલે મિથ્યાત્વ જે ભોગવાતું આવ્યું છે તેમાં આ ક્રિયા પછી આગળ અંતર્મુહૂર્ત કાળ તદ્દન મિથ્યાત્વના ઉદય વિનાનો છે. ત્યાં સ્થિતિ પાકે તેવું કોઈ મિથ્યાત્વ કર્મ પુદ્ગલ નહિ. સત્તામાં સિલકમાં પડેલાં છે. આ એક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org