________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ કરી, પ્રાયશ્ચિતપૂર્વક સાચી શુશ્રુષાદિ દ્વારા મહાન વ્યાખ્યાકાર સમર્થ ગોવિંદાચાર્ય બિન્યા !
જૈનેતર આત્મચિંતકો એટલે કે તત્ત્વના ગવેષકોએ પણ આમ રજુ કર્યું છે. દા. ત. અવધૂત નામના “યોગમાર્ગના રચયિતા આચાર્યે કહ્યું છે કે “સદાશિવ ઈશ્વરના અનુગ્રહ-ઉપકાર વિના તત્ત્વશુશ્રુષાદિ-તત્ત્વ સાંભળવાની ઈચ્છા વગેરે ગુણ પ્રગટી શકતા જ નથી.”
તેથી અદ્વિતીય અને પ્રભાવક નમુત્થણના રચયિતા ગણધર ગૌતમે “બોદિયાણ' એટલે બોધિ આપનારને નમસ્કાર હો એમ જણાવ્યું છે. આ નમુસ્કુર્ણમાં એકે એક શબ્દ ઘણું ગંભીર રહસ્ય ધરાવે છે. આપણે આગળ જોઈ ગયા તેમ અરિહંત ચેઈયાણ' સૂત્રમાં “બોરિલાભવત્તિયા' એ' પદની વ્યાખ્યામાં સ્પષ્ટ કર્યું છે કે વિશાળતા એ કે જે ઠેઠ વીતરાગ બનવા સુધી ઉત્તરોત્તર ચઢિયાતા આંતરિક ધર્મ સ્પર્શવાની જરૂર છે તેની સ્પર્શના એ જ ધર્મપ્રાપ્તિ.
આ માટેની પ્રક્રિયા કેવી છે તે જરા જોઇએ. અનંતો કાળ પુદ્ગલ પરાવર્તામાં વહી ગયો તેમાં અનંતા માનવ અવતાર પણ ધારણ કર્યા છે, હશે. જીવની અનંતાનુબંધી રાગદ્વેષની પકડ જબરી મજબૂત છે. શાસ્ત્ર કહે છે જીવનવગ્રેવેયક' નામના સ્વર્ગમાં અનંતીવાર જઈ આવ્યો. અભવ્યો પણ ત્યાં સુધી પહોંચી ચૂક્યા છે. અહીં ઘણી ઊંચી કોટિનું શાતાદનીય પુણ્ય ભોગવ્યું. એ ઈન્દ્રિય-વિકારની અશાતા જાગવા જ ન દે ! વિષયવિકાર વિના કષાય કર્મો કરવાના ? અભવ્યો પુદ્ગલાનંદી, ભાવાભિનંદી હોઈ મોક્ષની રુચિ નહિ તેમજ તેના દ્વેષી હોવાથી મોક્ષ કેવી રીતે પામે ?
ભવ્યોમાં બાહ્ય કોઈ કષાય દેખાય નહિ છતાં અંતરમાં કષાયની ચિકાશ ઊભી હતી. અનંતાનુબંધી રાગ-દ્વેષ કષાયોએ આત્માનો કબજો છોડ્યો નથી. સંસાર પ્રત્યે તેથી ધૃણા નહિ, પક્ષપાત ઊભો રાખ્યો તેથી અનંતકાળની રાગદ્વેષની પકડમાંથી છૂટવા ભગીરથ અપૂર્વકરણનો પુરુષાર્થ કરવો પડે. ભવ્યો તથા અભવ્યો અસંખ્યવાર યથાપ્રવૃત્તકરણ કરી ચૂક્યા પણ પાછા પડ્યા અને હતા ત્યાંના ત્યાં જ રહ્યા. કેમકે આ યથાપ્રવૃત્તકરણ નદીગોળપાષાણન્યાય જેવું હતું. ભવ્યો જ જ્યારે અહીંથી પાછા ન પડે ત્યારે જ શુદ્ધ યથાપ્રવૃત્તકરણ કે ચરમ યથાપ્રવૃત્તકરણ કરે અને ત્યારે જ રાગ-દ્વેષની ઘન, તીવ્ર, મજબૂત ગ્રંથિ ભેદે અને ગ્રંથિભેદ કરી અપૂર્વકરણ કરી શકે ત્યારે જ આગળના પંથે જઈ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org