________________
નિત્શયર સમો સૂરી-આચાર્યપદનો આદર્શ
(૩૬) ૩૨ પ્રકારની ગણિસંપદા, ૪ વિનય.
આમ, આચાર્યના છત્રીસ ગુણ જુદી જુદી રીતે ગણાવવામાં આવે છે. એ આચાર્યના પદનો મહિમા અને ગૌરવ બતાવે છે.
આચાર્યના વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ પ્રકાર બતાવવામાં આવ્યા છે. ઉ. ત. આચાર્યના ગૃહસ્થાચાર્ય, પ્રતિષ્ઠાચાર્ય, બાલાચાર્ય, નિર્વ્યાપકાચાર્ય, એલાચાર્ય એવા પાંચ પ્રકારો બતાવવામાં આવે છે. તે દરેકની યોગ્યતા, તેમની જવાબદારી અને તેમનું કાર્ય ઈત્યાદિ શાસ્ત્રગ્રંથોમાં દર્શાવવામાં આવ્યાં છે.
૨૬૫
રાજપ્રશ્નીયસૂત્રમાં આચાર્ય ત્રણ પ્રકારના બતાવ્યા છે. કલાચાર્ય, શિલ્પાચાર્ય અને ધર્માચાર્ય.
સાધુઓમાં આચાર્યનું પદ સર્વોચ્ચ હોવા છતાં તે પદ માનકષાયનું મોટું નિમિત્ત બની શકે છે. એમાંથી જ આચારમાં કેટલીક ત્રુટિઓ આવે છે; ક્યારેક ઉત્સૂત્ર-પરૂપણા થઈ જાય છે. સ્વયં આચારપાલનમાં અને આચારપાલન કરાવવામાં ન્યૂનાધિકતાનો સંભવ રહે છે. એટલે જ શાસ્ત્રકારોએ આચાર્યના ભિન્નભિન્ન પ્રકારો બતાવ્યા છે.
સ્થાનાંગસૂત્રમાં ચાર પ્રકારના આચાર્યઓ કહ્યા છેઃ (૧) આંબાના મધુર ફળ જેવા, (૨) દ્રાક્ષના મધુર ફળ જેવા, (૩) ખીરના મધુર ફળ જેવા અને (૪) શેરડી જેવા.
આચાર્ય મહારાજ અને એમના શિષ્યપરિવારની પ્રત્યેકની ન્યૂનાધિક ગુણવત્તાને લક્ષમાં રાખી એક બાજુ શોભાયમાન સાલ વૃક્ષ અને બીજી બાજુ તુચ્છ એવું એરંડાનું વૃક્ષ એ બેની ઉપમા સાથે ‘સ્થાનાંગસૂત્ર’માં નીચે મુજબ ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, જેમ કે-(૧) આચાર્ય સાલવૃક્ષ જેવા એટલે કે ઉત્તમ શ્રુતાદિ ગુણોથી યુક્ત શ્રેષ્ઠ છે અને એમનો શિષ્યપરિવાર પણ સાલ વૃક્ષ જેવો જ શ્રેષ્ઠ છે. (૨) આચાર્ય સાલવૃક્ષ જેવા છે, પરંતુ એમનો શિષ્યપરિવાર એરંડાના વૃક્ષ જેવો શ્રુતાદિ ગુણો વિનાનો છે. (૩) આચાર્ય પોતે એરંડાના વૃક્ષ જેવા છે, પરંતુ એમનો શિષ્યપરિવાર સાલવૃક્ષ જેવો છે અને (૪) આચાર્ય પોતે એરંડાના વૃક્ષ જેવા છે અને એમનો શિષ્યપરિવાર પણ એરંડાના વૃક્ષ જેવો શુષ્ક અને તુચ્છ છે.
‘સ્થાનાંગસૂત્ર’માં વળી બીજી એક રીતે ઉપમા આપીને આચાર્યના ચાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org