________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૧૪૨
દ્રુમસેન, મહાદુમસેન, સિંહ, સિંહસેન અને પુણ્યસેન. તેઓ પણ એકાવતારી છે. અહીંથી ચ્યવી મહાવિદેહમાં જન્મી સુવિશુદ્ધ દીર્ઘ ચારિત્ર પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેઓ મોક્ષે જશે.
આવી રીતે આ આગમના ત્રીજા અધ્યયનમાં જે ૧૦ અધ્યયનો કહ્યાં છે તેમાં પણ આ હકીકતની નોંધ લીધી છે કે કાર્કદીનગરીવાસી ભદ્રાસાર્થવાહીને ૧૦ પુત્રો હતા. જેમના નામો આ પ્રમાણે છેઃ ધન્ય, સુનક્ષત્ર, ઋષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્ર, યુષ્ટ, પેઢાલપુત્ર, પોટ્ટિલ્લ અને વેહલ્લ. આ ૧૦ પુત્રે ચારિત્ર અંગીકાર કરી ઉત્તમ તપ કરીને દેહ છોડ્યો હતો. તેઓમાં ધન્ના અણગાર તો એક મહાન તપસ્વી રત્ન તરીકે ભગવાન મહાવીરસ્વામીના ૧૪૦૦૦ સાધુઓમાં શ્રેષ્ઠરૂપે ભાત પાડી આગળ આવ્યા. મહારાજ શ્રેણિકે ભગવાનને એકવાર પૂછ્યું કે ‘હે ભગવંત ! તમારા ચૌદ હજાર સાધુઓમાં ઉત્કૃષ્ટ અણગાર કોણ છે ?’ ભગવાને કહ્યું કે ‘હે ક્ષેણિક, આજીવન છઠ્ઠના પારણે આયંબિલ કરનાર ધન્ના અણગાર ઉત્કૃષ્ટ તપસ્વી છે.' ત્યારે શ્રેણિકે તેમને વંદન કર્યું. આ ઉત્કૃષ્ટ અણગાર કાળધર્મ પામી પાંચમા અનુત્તર સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. ૩૩ સાગરોપમનું આયુષ્ય પામી ત્યાંથી મહાવિદેહમાં જન્મી, ચારિત્ર લઈ, કેવળી થઈ મોક્ષે જશે. તેવી રીતે બીજા નવ પણ ચારિત્રાદિ લઈ પાંચ અનુત્તરમાં ઉત્પન્ન થયા. તેઓ પણ ત્યાંથી મહાવિદેહમાં ચારિત્ર લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે જશે.
આવા અનુત્તર વિમાનો છે. કલ્પાતીત દેવલોક છે, જ્યાં ઉત્કૃષ્ટ કક્ષાના દેવોનો નિવાસ છે. તેઓ એકાવતારી જ હોય છે. આ દેવો વિનયશીલ છે. અભ્યુદયમાં વિઘ્નરૂપ કારણોને જીતી લીધા હોવાથી તેઓ ક્રમ પ્રમાણે વિજય, વૈજયન્તાદિ નામોને ધારણ કરે છે. વિમાનના પણ આ જ નામો છે. વિઘ્નોથી પરાજિત થતા ન હોવાથી અપરાજિત છે. જેઓના સર્વ અભ્યુદયના પ્રયોજનો સંસિદ્ધિને વરી ચૂક્યા છે. સર્વ અર્થોને સિદ્ધ કરી લીધાં છે તેથી તેઓ સર્વાર્થસિદ્ધ દેવો કહેવાય છે.
કષાય અને વિષયોની પરિણતિ તે સંસાર. જેમાં જીવો ૮૪ લાખ યોનિમાં અનંતાનંત પુદ્ગલ-પરાવર્તકાળથી ભ્રમે છે, ભટકે છે, માર ખાય છે. સંસારનો એક છેડો તે નિગોદ અને તેની બરોબર સામે બીજે છેડે મોક્ષ છે, જે મોહનીયાદિ કર્મોના ક્ષયથી નિષ્પન્ન થયો છે. એટલે તેથી મોહનો ક્ષય એટલે મોક્ષ.
મઝા જોવા જેવી એ છે કે વૈમાનિક દેવલોકમાં સૌધર્મ તથા ઈશાન બેમાં જ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org