________________
૧૪ ૧
સર્વાર્થસિદ્ધ વિમાન લોકાન્તિક દેવો કહેવાય છે. લોકનો અર્થ સંસાર પણ થાય. લોકનો એટલે કે સંસારનો અંત કરનાર, નાશ કરનારા હોવાથી લોકાન્તિક દેવતાઓ કહેવાય
છે.
જ્યારે જ્યારે તીર્થકરો માટે દીક્ષા લેવાનો સમય આવે છે ત્યારે ત્યારે આ દેવો એક વર્ષ પૂર્વે આવી ભગવંતની આગળ જય જય નંદા, જય જય ભદ્રા સ્તુતિ કરી વિનંતી કરી કહે છે “ભયકં તિર્ભેિ પવત્તેહ' (હે ભગવંત, આપ હવે તીર્થ પ્રવર્તાવો.)
આ દેવો ખૂબ લઘુકમ હોય છે. તેઓ વિષયવાસના વગરના, અવિષયી હોવાથી રતિક્રિયાથી રહિત રહેવાથી તેઓને દેવર્ષિ પણ કહે છે. એક મતાનુસાર લોકાન્તિક દેવો સાતથી ૮ ભવમાં મોક્ષે જાય છે.
ચૌદ રાજલોકના ચિત્રમાં લોકપુરુષની ગ્રીવા (ડોક)ના ભાગ ઉપર ગળામાં પહેરેલા હારના આભૂષણની જેમ શોભા છે તથા લોકપુરુષની ગ્રીવાના ભાગના સ્થાને જેમનું નિવાસ સ્થાન છે તેમને રૈવેયક દેવ કહે છે. જેના નવ પ્રકારો થકી નવ રૈવેયક દેવો ગણાય છે.
વૈમાનિક શબ્દ પારિભાષિક છે. અત્યારના આકાશમાં ઊડતા વિમાનો નહીં પરંતુ ઉપરના ઉદ્ગલોકમાં ૭ રાજલોકમાં દેવોના રહેવાના સ્થાન-ભૂમિને વિમાન કહે છે. વિમાને ભવાઃ વૈમાનિકાઃ વિમાનમાં જે જન્મે તેને વૈમાનિક દેવ કહે છે.
જે આરાધક જીવો અહીંથી અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા છે તેનું વર્ણન છે. ઉપપાત એટલે જન્મ. જેમનો જન્મ અનુત્તર વિમાનોમાં થયો છે તે અનુત્તરોપપાતિ. ૧૦ ઉત્તમ આત્માનું વર્ણન કર્યું હોવાથી અને તેમાં ૧૦ ઉત્તમ આત્માઓ હોવાથી તેને “શ્રી અનુત્તરોપપાતિક-દશાંગ સૂત્ર' નામાભિધાન નિષ્પન્ન થાય છે.
ભગવાન મહાવીરસ્વામીના પરમ ઉપાસક મહારાજા શ્રેણિકના પુત્રો જાલિ, માલિ, ઉપજાલિ, પુરુષસેન, વારિસેન, દીર્ઘદત્ત, ભષ્ટદન્ત, વેહલ્લ, વેહાસ અને અભયકુમાર. શ્રેણિકના આ સુપુત્રો ચારિત્ર સ્વીકારી ઉત્કૃષ્ટ આરાધનાદિ કરી વિજયાદિ પાંચ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા છે. તેઓ બધા એકાવનારી છે. તેમનું ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. શ્રેણિકની પટ્ટરાણીના તેર બીજા પુત્રો પમ દીક્ષા લઈ, ચારિત્રપાળી વિજયાદિમાં ઉત્પન્ન થયા છે. તેમના નામ આ પ્રમાણે છેઃ દીર્ઘસેન, મહાસેન, ભષ્ટદન્ત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ્લ, દ્રમ,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org