________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
૨ ૩૩ આ બધી માંગલિક વસ્તુઓમાં જે વધુ વ્યાપક રીતે પ્રચલિત રહી છે એમાંની થોડીક આ પ્રમાણે છે : સ્વસ્તિક, નંદ્યાવર્ત, કળશ, વર્ધમાનક (શરાવશકોરું), દીપક, ધૂપ, દર્પણ, ચામર, છત્ર, અક્ષતપાત્ર, રત્નપાત્ર, ધ્વજ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ભદ્રાસન, મત્સ્યયુગલ, ગજ, ગાય, વૃષભ, સિંહ, અશ્વ, કમળ, પુષ્પ, માળા, અંકુશ, ધનુષ્ય-બાણ, ગોળ, દહીં, મધ, વૃક્ષ, કુંભ, અગ્નિની વાળા, કન્યા, રોચના (તિલક કરવાની સામગ્રી), કંકુ, શ્રીફળ, નાડાછડી, ઘી, હાર (રુચક), અમુક પક્ષી અને તેનો અવાજ, અક્ષત, ફળ, ઘંટનાદ, બીજની ચંદ્રકલા, લાડુ, લાડુનું પાત્ર (મોદકપાત્ર), વાછરડા સાથે ગાય, બાળક સાથે માતા, શંખ, ચક્ર, રુદ્રાક્ષ ઇત્યાદિ મંગલમય મનાય છે. આ યાદી હજુ પણ મોટી થઈ શકે. મંગલ-માન્યતામાં જુદા જુદા ધર્મો વચ્ચે ધાર્મિક સંકુચિતતા રહી નથી. તેઓમાં પરસ્પર આદાનપ્રદાન થતું રહ્યું છે.
સાક્ષાત્ મંગલ વસ્તુઓનાં દર્શન કરવાં એ એક વાત છે અને ઝીણી નજરે જોઇને કોઇક રેખાઓમાં મંગળ આકૃતિઓનો મેળ બેસાડવો એ બીજી વાત છે. આકાશમાં વાદળાંઓમાં, પાણીના તરંગોમાં, વૃક્ષના પાંદડાઓમાં, માટીના ઢગલાઓમાં, આરસ વગેરે પથ્થરના પડમાં, કાપેલા હાથીદાંતમાં, હાથપગની રેખાઓમાં શંખ, ચક્ર, કળશ, સ્વસ્તિક, દીપક, નંદ્યાવર્ત ઇત્યાદિ શુભ આકૃતિઓ માણસ શોધી કાઢે છે. જેને ધર્મની માન્યતા પ્રમાણે તીર્થકર પરમાત્માના અંગાગોની રેખાઓમાં આવી આકૃતિઓ જોવા મળે છે. તેમના દેહમાંથી નીકળતા પુદ્ગલ પરમાણુઓ દ્વારા આવી આકૃતિઓ રચાય છે.
બૌદ્ધ ગ્રંથ “લલિતવિસ્તરામાં વર્ણન છે કે તથાગત ભગવાન બુદ્ધ માટે સુજાતા જ્યારે ખીર બનાવવા દૂધ ઉકાળતી હતી ત્યારે દૂધના ઊંચા આવતા ઊભરામાં એને શ્રીવત્સ, સ્વસ્તિક, નંદ્યાવર્ત, પા વગેરે મંગલ આકૃતિઓ નિહાળવા મળી હતી.
तस्मिन थल्वपि क्षीरं श्रीवत्स स्वस्तिक नन्द्यावर्तपद्म वर्धमानादिनी मंगल्यानि संदश्यते स्म ।
મનુષ્યના શરીરમાં જુદી જુદી રેખાઓની આકૃતિઓ જોવા મળે છે. પુરુષના શરીરમાં ૩૨ ઉત્તમ લક્ષણો (વ્યંજન) હોય છે અને ૮૦ નાનાં લક્ષણો (અનુવ્યંજન) હોય છે. આ લક્ષણો મંગલરૂપ મનાય છે એટલે એની દોરેલી આકૃતિનાં દર્શન પણ મંગળરૂપ કહેવાય છે. જૈન ધર્મગ્રંથ “સ્થાનાંગસૂત્ર'માં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org