________________
૧૮૬
કરું છું.
ઇરિયાવહીની આરાધના કરનાર ૧૮, ૨૪, ૧૨૦ પ્રકારે થતી હિંસાથી બચી શકે. સતત ઇરિયાવહી માટે બાળ શિષ્યે ધ્યાન ખેંચ્યા છતાં અને પ્રતિક્રમણમાં પણ ફરી શિષ્યે યાદ દેવડાવ્યું તેમ છતાં ન ક૨વાથી ગુરુ ચંડકૌશિક નાગ થયા. તેથી બને તેટલી વાર દિવસ-રાતમાં ઇરિયાવહીનું રટણ અને મનન કરવું જોઇએ.
જૈન ધર્મના
Jain Education International 2010_03
પુષ્પગુચ્છ
અનુપ્રેક્ષા કે ચિંતન-મનન આ રીતે કરાય કે રાગ-દ્વેષ અને કષાયોના ફળરૂપે જે મિથ્યાત્વના દોષો છે તેને એટલે કે સમ્યકત્વ– મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીય પરિહરી સુદેવ- સુગુરુ-સુધર્મ જ્ઞાન-દર્શન-ચારિત્રની વિરાધના પરિહરી સમ્યકત્વ મેળવવા ઉદ્યમશીલ છું. તે માટે મન-વચન અને કાયાની દુષ્પ્રવૃત્તિઓ પરિહરી મન-વચન-કાયાની ગુપ્તિ માટે પ્રયત્નશીલ થવા માંગું છું. આ ત્રણે ગુપ્તિ વગર તેના અભાવમાં કૃષ્ણ-નીલ-પીત લેશ્યા, રસગારવ, ઋદ્ધિગારવ તથા સાતા ગારવ માથું ઊંચકે તેમ છે.
દિવસ-રાતની વિવિધ પ્રવૃત્તિઓ કરતાં કાયમનોવાક્ દ્વારા માનસિક, ઉત્સૂત્ર, ઉન્માર્ગી, અકલ્પ્સ, અકરણીય, કુશ્ચિંતન થકી અનિચ્છનીય જ્ઞાન-દર્શન-ચારિત્ર સંબંધી ત્રણ ગુપ્તિ, ચાર કષાયો, ચાર શિક્ષાવ્રતો, બાર પ્રકારના શ્રાવકના ધર્મોનું ખંડન કર્યું હોય, વિરાધના કરી હોય તે માટે ફરી ન થાય તેવો નિશ્ચય ક૨વાની મનોવૃત્તિ સેવું છું. આ પ્રકારના ચિંતન-મનન થકી પાપો ઓછાં ક૨વા તરફ જવાશે. અત્ર Negative (નકારાત્મક) પ્રયોગ છે; નહીં કે Positive (હકારાત્મક). આ પ્રયોગથી આગળ વધવું વધુ હિતાવહ તથા લાભદાયી નીવડશે.
પ્રભુના દર્શન-વંદનાદિ કરવા જેઓ જઈ શકતા ન હોય અથવા ત્યાં ગયા વગર તેનો લાભ લેવો હોય તો ચૈત્યવંદન, સામાયિક, પ્રતિક્રમણાદિમાં આમ બોલાય છે કે ‘સવ્વાઈ તાઈ વંદે ઇહ સંતો તત્વ સંતાઈ'. અને તે પણ કેટલાં ? એક-બે નહીં પરંતુ તીર્થવંદનામાં કહ્યું છે કે અઢી દ્વિપમાં જે અણગારો, અઢાર સહસ્ર શીલાંગના ધારકો, વિહરમાન વંદુ જિનવીરા, સિદ્ધ અનંનમું નિશદિશ. ભાવના સહિત જો આમ કરાય તો બેડો પાર ન કેમ થાય ? વળી જિનેશ્વરો ઉપરાંત ‘અઠ્ઠાઈજ્જેસુ'માં કહ્યું છે કેઃ
‘અઠ્ઠાઇજ઼ેસુ દીવસમુદ્દેસુ, પનરસસુ કમ્મભૂમીસુ, જાવંત કે વિ સાહુ રયહરણ ગુચ્છ પડિગ્ગહધરા.’
For Private & Personal Use Only
www.jainelibrary.org