________________
સવપાવપણાસણો
૧૮૭
ખરેખર આ વિચારો–મનન કરીએ તો ૧૪ રાજલોકમાં કોઈ પણ બાકી ન રહી જાય ! અત્રે શાસન દિવાકર ગચ્છાધિપતિ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મૃતિપટ પર આવે છે. તેમને વિષે કહેવાયું છે કે તેઓ જે જે દેરાસરમાં જાય ત્યાં ત્યાં પ્રભુની પ્રત્યેક પ્રતિમા આગળ ત્રણ ત્રણ ખમાસણા દેતાં એટલું જ નહીં પણ શત્રુંજય પર દરેકે દરેક મૂર્તિ આગળ એમણે ત્રણ ત્રણ ખમાસમણા દીધાં છે ! ધન્ય છે તેમની ધીરજ તથા ધર્મશ્રદ્ધાદિને ! શ્રી કૃષ્ણ ૧૮,૦૦૦ સાધુઓને વંદન કરી તીર્થકર નામકર્મ બાંધ્યું હતું.
કેટલાંક બીજાં સૂચનો કરું. પ્રભાતે ઊઠી ગૌતમસ્વામીને યાદ કરી અંગૂઠે અમૃતવશે લબ્ધિ તણા ભંડાર શ્રીગુરુ ગૌતમ સમરતાં પ્રગટે કેવળજ્ઞાન.” વળી દિવસ-રાત દરમ્યાન કંઈ પણ ન સૂઝે તો નમામિ સવે જિણાવ્યું, ખામેમિ સર્વે જીવાણ, સાધૂનાં દર્શન પુણ્ય.” તથા રાત્રે સૂતા પહેલાં આટલું બોલી નિદ્રાધીન થવું. “જ્ઞાન મારું ઓશિકું, શિયળ મારો સંથારો, ભર નિદ્રામાં કાળ કરું તો વોસિરામિ વોસિરામિ.” વળી “આહાર શરીરને ઉપધિ પચ્ચકખું પાપ અઢાર, મરણ પામું તો વોસિરીએ જીવું તો આગાર.” જીવી જવાય તો બારી ખુલ્લી રાખી છે. કેવી છે જિજિવિષા ! કેવી વાણિયા બુદ્ધિ !
આથમતો સૂર્ય પણ અગૂઢ સંકેત કરી જાય છે. ઉત્થાય ઉત્થાય જ્ઞાતવ્યમ્ કિમ્ મે અદ્ય સુકૃત કૃતમ્ આયુષઃ ખંડમાદાય રવિરસ્ત મિતમ્ ગતઃ !'
જીવનમાંથી એક દિવસ ઓછો કરી સૂર્ય અસ્ત પામી ગયો ! તેથી ખોટો આડંબર, અભિમાન, દંભ, કપટ ન કરી ધાર્મિક હોવાનો ચાળો કરતાં પહેલાં નિરીક્ષણ કરવું જોઇએ કે મારો ધર્મ શું દેરાસર કે અપાસરા પૂરતો નથી. બહાર આવ્યા પછી ધાર્મિકતાનો ચેહરો કાઢી અસલી રાક્ષસનો ચહેરો તો નથી ધારણ કરતો ને ? તે માટે ડગલે ને પગલે વિનય રાખવો જોઇએ, કરવો જોઇએ. કહેવાય છે કે નમ્યા તે સૌને ગમ્યા. વળી વિનયની વ્યાખ્યા પણ આમ કરાય છે. વિનયતિ દૂરી કરોતિ અષ્ટવિધ કર્માણિ ઇતિ વિનયઃ |
ચૈત્યવંદન કરવાની વૃત્તિ કે વૈર્ય-ધીરજ ન હોય તો જગચિંતામણિમાંની પંક્તિ “સત્તાણવઈ સહસ્સા, લખ્યા છપન્ન અઢકોડીઓ બત્તીસ બાસિયાઇ તિયલોએ ચેઇએ વંદે” (ત્રણે લોકના આઠ કરોડ છપ્પન લાખ સત્તાણું હજાર બત્રીસો ને વ્યાસી ચેત્યો તથા પંદરસો કરોડ (પંદર અબજ) બેંતાલીસ કરોડ અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર અને એંસી શાશ્વત બિંબોને પ્રણમું છું. કેટલો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org