________________
સવ્વપાવપણાસણો
૧૮૫ આણાણે ધમ્મો' તેથી પ્રભુએ પ્રથમ આજ્ઞા પાપ છોડવાની કરી છે. પ્રતિક્રમણ ગાથા ૪૮માં કહ્યું છે કે “પડિસિદ્ધાણે કરણે (પ્રતિષેધનું કરવું) કિાણમકરણ” (કૃત્ય કરવા યોગ્યને ન કરવું). અત્રે બંનેમાં (પક્ષમાં) પાપ લાગે છે. આ રીતે ધર્મ કરતાં પહેલાં અધર્મ ન કરવાની પ્રતિજ્ઞા બહુ જરૂરી છે. એક વાત નોંધી લઇએ કે પાપો મુખ્યત્વે અંધારામાં એકાંતમાં જ થાય છે. કેમકે કોઈ-જાણી જશે તેનો ડર છે.
પુણ્ય-પાપની ચતુર્ભગી પડે છે. જેમ કે પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પાપ, ગત જન્મમાં ધર્મારાધનાથી પુણ્ય સારું બાંધ્યું; જેથી ધન-સંપત્તિ ખૂબ મળી જેનો ઉપયોગ હિંસા, ચોરી, જૂઠ, શિકાર, વેશ્યાગમનાદિ જેવાં પાપકર્મોમાં ખર્ચી નાંખી. નવાં પાપો બંધાતા હોય તેને પાપાનુબંધી પુણ્ય કહેવાય. જેમકે મમ્મણ શેઠ. જેણે સાધુ ભગવંતને લાડુ વહોરાવી પુણ્ય બાંધ્યું પરંતુ લાડુ પાછો લેવાની ચેષ્ટાથી પાપ બાંધ્યું. બીજા ઉદાહરણમાં ગત જન્મોના પાપોના ઉદયથી તે દુઃખી છે; પરંતુ દાનાદિ ધર્મ સેવી નવા પુણ્યનું ઉપાર્જન કર્યું. જેમકે રોહિણીયો ચોર તથા ગરીબ ખેડૂતનો દીકરો જેણે મહામૂલ્ય માંગેલી ખીર ખૂબ અનુમોદના સાથે મુનિને ધરી દીધી જેથી બીજા જન્મમાં તે શાલિભદ્ર અઢળક સંપત્તિનો માલિક થયો.
પાપાનુબંધી પાપને તો તિલાંજલિ જ આપવી રહી. તે માટે શું કરવું જોઇએ ? પાપો પ્રત્યે તીવ્ર પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ. પુણ્ય સંપાદન કરવા કરતાં પાપ ન કરવાનો મનસૂબો ઘડવો જોઇએ. તે માટે કહેવાતો ધર્મ કર્યાનો સંતોષ ઘટાડી પાપ કરવાની વૃત્તિ માટે અસંતોષ રહેવો જોઇએ. તે માટે વ્રત, તપ, સામાયિક, પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો કરતાં પહેલાં મનન, ચિંતન, ધ્યાન, અનુપ્રેક્ષાદિ માટે સૌ પ્રથમ આમ વિચારવું કે ૧૪ રાજલોક સાથેનો મારો સંબંધ હવે હું રાખતો નથી અને મનને ઢેડવાડે રવાના ન કરતાં અહીં મારા મનને કેન્દ્રિત કરું છું.
તે માટે પરભાવમાંથી મનને સ્વભાવમાં લાવવું રહ્યું. ઇરિયાવહિનું યથાર્થ ચિંતન કરી “ગમણાગમણે 'માંથી મનને એકાગ્ર કરવું જોઇએ. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોને મેં જે ૧૦ રીતે દુભવ્યા છે તે માટે પશ્ચાત્તાપ કરું છું. ઇરિયાવહી પડિક્કમતાં શુભધ્યાનો થકી અનેક ઘોર પાપોનો વિલય થાય છે. વિશુદ્ધિકરણ કરવા માટે પાપોને શલ્ય વગરના કરવા રહ્યા. તે માટે કાયોત્સર્ગ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org