________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૨૪૪
કુદરતની કેવી કરામત છે કે માણસ આખી દુનિયાના માણસોના ચહેરા જોઈ શકે છે, પણ પોતાનો ચહેરો જોઈ શકતો નથી. જ્યારે કાચ કે દર્પણની શોધ નહોતી થઈ ત્યારે માણસ કૂવા કે તળાવ કે નદી સરોવરના શાંત જળમાં પોતાનું પ્રતિબિંબ જોતો. કાચ અને દર્પણના પ્રતિબિંબે માણસને પોતાની જાતને ઓળખવાનું શીખવ્યું. પોતાના હૃદયરૂપી દર્પણમાં ભગવાનના પ્રતિબિંબને માણસ નિહાળતો થયો. દર્પણમાં ભગવાનનાં દર્શન કરવાની પ્રથા જૈન અને હિંદુ મંદિરોમાં છે. જૈનોમાં દર્પણ-પૂજાનો દૂહો બોલાય છે : પ્રભુદર્શન કરવા ભણી, દર્પણપૂજા વિશાળ; આતમદર્પણથી જુએ, દર્શન હોય તત્કાળ.
કેટલાંક મંદિરોમાં રંગમંડપોમાં કે તેની બહાર એવી રીતે વિશાળ અરીસો રાખવામાં આવે છે કે ગમે તેટલી ભીડમાં પણ ભગવાનનાં દર્શન થાય અને પાછા ફરી નીકળતી વખતે પણ દર્શન થાય. દર્પણ આત્મદર્શન માટે છે. આથી દર્પણની એક મંગલમય વસ્તુ તરીકે ગણના થવા લાગી અને અષ્ટમંગલમાં એને સ્થાન મળ્યું.
દેવો જ્યારે તીર્થંકર પરમાત્માના જન્મ સમયે એમને સ્નાત્ર મહોત્સવ માટે લઇ જાય છે ત્યારે તેઓ જેમ ચામર, પંખો વગેરે ધારણ કરે છે, એનો ઉપયોગ કરે છે તેમ દર્પણનો પણ ઉપયોગ કરે છે.
જિન મંદિરોમાં અષ્ટપ્રકારી પૂજાનાં આઠ દ્રવ્યોને પણ અષ્ટમંગલ દ્રવ્ય કહેવામાં આવે છે. જલ, ચંદન, પુષ્પ, ધૂપ, અક્ષત, નૈવેદ્ય અને ફળને શ્વેતાંબર પરંપરામાં મંગલ તરીકે માનવામાં આવે છે. દિગંબર પરંપરામાં જિનમંદિરનાં અષ્ટ મંગલદ્રવ્ય તરીકે ઝારી, કળશ, દર્પણ, ચામર, છત્ર, ધ્વજા, ધૂપ તથા દીપની ગણના થાય છે. (કોઈક શંખ, વીંઝણો વગેરે સહિત એની જુદી રીતે ગણના કરે છે.) વસ્તુતઃ જિનમંદિરનાં ઉ૫ક૨ણો મંગલરૂપ છે અને તે જિનપ્રતિમાના પરિવારરૂપ મનાય છે.
અષ્ટમંગલની આકૃતિઓની દ્રવ્યથી પૂજા કરવી તે દ્રવ્યપૂજા છે અને એના તાત્પર્યનું ચિંતન કરવું અને તે પ્રમાણે ભાવના ભાવવી તે ભાવપૂજા છે. અષ્ટમંગલની દ્રવ્યપૂજા માણસના વિઘ્નોનો વિનાશ કરે છે અને એને સફળતા કે વિજય અપાવે છે એ એનો વ્યવહારુ અર્થ છે. પરંતુ જરા ઊંડો વિચાર કરીએ તો જણાશે કે મનુષ્યના જીવનમાં જે કંઈ થાય છે તે એનાં શુભાશુભ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org