________________
૨ ૮
જૈન ધર્મના પુષ્પગુચ્છ છે. પંચસૂત્રમાં તેમજ કહ્યું છે. દુઃખરૂપે, દુઃખફલે, દુઃખાણબંધિ (પંચસૂત્ર). ઉપરના પાત્રોએ બાર ભાવનાઓમાંથી એક કે એકથી વધુ ભાવના સદ્ભાવનાપૂર્વક ભાવતા કેવળજ્ઞાનના અધિકારી થઈ શક્યા છે.
મોહનીયકર્મ અને તેના સત્તર સાગરિતોનું સૈન્ય અક્ષૌહિણી સૈન્ય જેવું બલિષ્ઠ, ગર્વિષ્ઠ, અને પારિષ્ઠ છે. તેના પ્રતિકાર માટે પ્રતિબંધી, પ્રતિપક્ષી માત્ર સુદઢ સૈન્ય તે સમ્યગ્દર્શન યા સમકિત યા સમ્યકત્વ છે. મોહનીયકર્મની પ્રબળતાને લીધે અનંતાનંત પુદ્ગલપરાવર્તકાળથી કર્મસંતાન સંવેષ્ટિત કાળચક્રો જીવાત્માનો અનંતાનંત વારે પસાર થાય તો પણ સમ્યકત્વની સ્થિતિ પર આવી શકતો નથી. તેના ઉત્કૃષ્ટ ક્રિયાકષાયો દ્રવ્ય જ રહે છે, ભાવસ્થિતિ પામતા નથી; કારણ કે તે ક્રિયાના મીંડા આગળ સમકિતનો એકડો આવતો નથી.
સમકિતની મહત્તા આ પ્રમાણે પ્રદર્શિત કરી શકાય. તેને દર્શન, મુક્તિબીજ, સમ્યકત્વ, તત્ત્વસાધન, સત્ત્વવેદન, દુઃખાંતકૃત, સુખારંભ કહેવાય છે. તેનું ગૌરવ બતાવવા માટે શાસ્ત્રો તરફ વળીએ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી શાસ્ત્રવાર્તા સમુચ્ચય નામના ગ્રંથરત્નમાં તેની ઉપર મુજબ પ્રશંસા કરી છે. આત્માના યથાસ્થિત સ્વરૂપને સમજવા માટે અતિઉપયોગી હોવાથી તે દર્શન કહેવાય છે, કારણ કે તમેવ સર્ચ નિઃશંક જિનૈઃ પૂપિમ્. તેથી તે તત્ત્વરુચિ છે. તેથી અર્ધપુદ્ગલપરાવર્તથી વધારે સંસારવાળા સમ્યગ્દર્શન પામી શકતા જ નથી અને મોહનીયના સકંજામાં વારંવાર ફસાયા કરે છે. વળી હિતોપદેશ માલા ૧૬-૧૭માં તેને ધર્મવૃક્ષના મૂળતરીકે ધર્મનગરના પ્રવેશદ્વાર તરીકે, ધર્મરૂપ પ્રાસાદની પીઠ તરીકે, ધર્મરૂપ જગતના આધાર તરીકે, ઉપશમ રસના ભાજન તરીકે અને ગુણરત્નના નિધાન તરીકે વર્ણવ્યું છે.
છેલ્લે છેલ્લે મોહનીયકર્મના ૧૮ અક્ષૌહિણી જેટલા વિશાલ સૈન્યને પરાજિત કરવા શિકસ્ત આપવા સમ્યગ્દર્શનના સૈન્ય તરફ પણ આપણે આંખ આગળ કાન ધરવા ન જોઇએ. સૌપ્રથમ જિનેશ્વરના વચનમાં અતૂટ શ્રદ્ધા, અનુરક્તતા, જિનેશ્વરના વચનોને ભાવપૂર્વક ક્રિયાન્વિત કરવાં. રાગ-દ્ધ, રૂપી જે મળ આત્મપ્રદેશોમાં ચોટિી ગયો છે તેને દૂર કરવો. સંકલેશ ન ધરવો. જિનેશ્વરોએ જે પ્રતિપાદન કર્યું છે તે જ સત્ય છે, તેમાં કોઈ પ્રકારની શંકા ન સેવવી. ધાર્મિક અનુષ્ઠાનાદિ કરવાં. તેમાં હાર્દિક ઉલ્લાસ, તમન્ના, તરવળાટ અને નિરાશસભાવ રાખવાં. ચરણકરણ વગરનું ધૂલ જ્ઞાન સંસારસાગરમાં ડૂબાડી દે તેમ છે જાણી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org