________________
૭૪
જૈન ધર્મના પુષ્પગુચ્છ પુનિત પર્વમાં અઠ્ઠાઈ, માસખમણાદિથી ઘણી કર્મ નિર્જરા થઈ, પરંતુ પારણા પછી છૂટથી ખાવાથી કર્મ બંધ થતો રહે. નિર્જરા અને કર્મ બંધ અત્યાર સુધી ચાલુ જ રહ્યું. અકામ નિર્જરા કરતાં સકામ નિર્જરામાં વધુ કર્મ ખપે. તપ વિશેષ કરવાથી કર્મ ખેંચી લાવી તેની ઉદીરણામાં લાવી ખપાવી નાંખવું. સંપૂર્ણ નિર્જરાથી મોક્ષ થઈ શકે. નવકાર મંત્રમાં સવ્વપાવપણાસણો કરવાનો નિર્દેશ કરાયો છે. તદુપરાંત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગાદિ હેતુ બંધ ન થાય ત્યાં સુધી કર્મબંધ ચાલુ જ રહે. તેથી “કર્મમુક્તિઃકિલ મુક્તિરેવ.”
ખરેખર કર્મથી મુક્તિ એ ખરો મોક્ષ છે. જ્યારે આત્મા સુપુરુષાર્થ કરી કર્મના બંધનમાંથી છૂટી ગયો તેના પરિણામરૂપે અશરીરી થવાથી મન, વચન, કાયા ન હોવાથી કષાયાદિ રાગ-દ્વેષના પરિણામો ન રહેતાં મોક્ષે ચાલ્યા ગયા પછી કોઇપણ પ્રકારના બંધનો ન હોવાથી ૧૪ રાજલોકની ટોચે સિદ્ધ શિલા પર સ્થિર થઈ સદા માટે રહે છે, જે તેનું મોક્ષસ્થાન છે. નવાઇની વાત તો આ રહી કે ત્યાં સુક્ષ્મ એકેન્દ્રિય સ્થાવર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તેમજ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયના નિગોદના ગોળા હોય છે. તદુપરાંત ત્યાં અષ્ટ મહાવર્ગણા કાર્મણ પુગલના પરમાણુ જ્યાં આ એકેન્દ્રિય જીવો કાર્મણવર્ગણા ગ્રહણ કરી કર્મ બાંધે છે. આવું હોય છતાં પણ મોક્ષ પામેલો આત્મા કેમ કર્મ નથી બાંધતો ? સિદ્ધના જીવો ત્યાં છે, કાર્મણવર્ગણા પણ અસ્તિત્વ ધરાવે છે છતાં પણ આ આત્મા કેમ કર્મ નથી બાંધતો ? સિદ્ધના જીવો અશરીરી, મન, વચન, કાયના અભાવે, મિથ્યાત્વાદિના અભાવે, કષાયો ન હોવાથી, આશ્રવારોના અભાવે પમ કાર્મણવર્ગણા હોવા છતાં પણ કર્મ ન બંધાય તે સમજી શકાય તેમ છે. રાગ-દ્વેષાદિ કોઈ પ્રવૃત્તિ જ નથી તો તેમાંથી નિવૃત્તિ જ હોય ને ? તે સંબંધ કહ્યું છે કે:સિદ્ધાણં નત્યિ દેહો ન આઉ કમ્મ ન પાણ જોણીઓ || સાઈ–અસંતા તેસિ ઠિક જિર્ણોધગમે ભણિઆ TV
સમજી શકાય કે શરીર ન હોવાથી નથી જન્મ-મરણ, નથી કર્મ, નથી ઇન્દ્રિયો, નથી શ્વાસોશ્વાસાદિ ૧૦ પ્રાણી, નથી ઉત્પન્ન થવાની યોનિ જેથી તેની ત્તિ સાદિ અનન્ત છે. સિદ્ધાત્માનો ક્યારેય અન્ત ન થાય કેમકે તેઓએ મોક્ષ મેળવી લીધો છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં અવતારવાદની કલ્પના કરી છે. તેમના ભગવાન ફરી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org