________________
રાઈ તથા દેવસિક પ્રતિક્રમણ
પપ વચન બોલી વિરાધના કરી તેથી સંઘ બહાર થયા અને સંસાર વધારી મૂક્યો. અંજના સુંદરીએ પરમાત્મા જિનેશ્વરની મૂર્તિને ઉકરડામાં નાખી વિરાધના કરી અશુભમ ઉપાર્જ ૨૨-૨૨ વર્ષો સુધી ભારે દુઃખ સહન કરવું પડ્યું. સતી દ્રૌપદીએ તપસ્વી મુનિને જાણીને કડવી તુંબડીનું શાક વહોરાવી વિરાધનાથી અનેક ભવોમાં દુઃખ ભોગવ્યું. અનંત કાળ સુધી સંસારમાં રખડવું પડ્યું, જે વિરાધનાનું ઘોર પરિણામ છે. શ્રીપાલ રાજાએ શ્રીકાંત રાજાના ભવમાં મુનિની ઘોર આશાતના કરી, મુનિને કોઢિયા કહ્યા, પાણીમાં ડુબાડ્યા, ડુમનું કલંકથી તેને આ ભવમાં ભયંકર કોઢ, ડૂમનું કલંકાદિ આવ્યા, પરંતુ આરાધના થકી નવમા ભવે તીર્થકર થશે.
જ્ઞાનની આશાતનાથી માપતુષ મુનિએ પૂર્વ ભવમાં વિરાધના કરી તેથી મારુષ અને મા તુષ” પદ પણ કંઠસ્થ કરી ન શક્યા પણ પ્રયત્ન ચાલુ રાખ્યો. ભાવનામાં ચઢતાં કેવળજ્ઞાન પામ્યા ! આજે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોની ડગલે ને પગલે વિરાધના થઈ રહી છે.
નિરાશ થવાનું કારણ નથી. આરાધનાથી રૂડાં ફળ પ્રાપ્ત થઈ શકે છે જેના સંખ્યાબંધ દાખલાઓ મોજુદ છે. ઘોર પરમાત્માઓ અને અધમ આત્માઓ મુક્તિએ પહોંચ્યા છે જેવાં કે મહાત્મા દઢપ્રહારી. નંદિષણ, અર્જુનવાળી, નટડીમાં મોહિત થયેલો ઇલાઇચિકુમાર નવયૌવન મુનિની નીચી દૃષ્ટિ જોઈ પ્રભાવિત થઈ કેવળજ્ઞાન પામે છે, હોડી તરાવનાર બાળ મુનિ અઈમુત્ત મુહપત્તિ પડીલેહતાં મુક્તિપુરી પહોંચે છે.
અંતિમ તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનું શાસન શાસ્ત્ર પ્રમાણે પાંચમા આરાના એટલે કે ૨૧૦૦૦ વર્ષોના અંત સુધી ક્રિયાશીલ રહેવાનું છે. અહીં પણ જે શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધ્વી જેઓ ચોથા-પાંચમે કે છઠ્ઠા-સાતમે ગુણસ્થાને છે તે માની લઇએ તો તેઓ સ્વપ્રયત્નાનુસાર થોડોક પણ ધર્મ કે આરાધનાદિ કરી શકતાં હોવાં જોઇએ. સાધુ-સાધ્વી શસત્ર નિયમાનુસાર સવાર-સાંજ પ્રતિક્રમણ કરતા હશે જ ને ?
દેવસિય, રાઈ, પાક્ષકિ, ચાતુર્માસિક, સાંવત્સરિક, આ પાંચ પ્રતિક્રમણનું આયોજન સ્વયં શ્રી શાસનપતિએ આ પાંચમા આરાના આ ક્ષેત્રના જીવોના આત્યંતિક હિતના આશયથી કર્યું છે. વળી આપણે જાણીએ છીએ કે પ્રથમ અને અંતિમ તીર્થકરોના સમયે ક્ષતિ કે અપરાધાદિ થયાં હોય કે ન હોય તો પણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org