________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ સાધુ-સાધ્વીએ ફરજિયાત દેવસિય અને રાઈ પ્રતિક્રમણ તો અવશ્ય કરવાં જ જોઇએ. જ્યારે તે સિવાયના વચના ૨૨ તીર્થકરોના સમયમાં કરે કે ન કરે તો ચાલે પરંતુ ભૂલ કે ક્ષતિ ન થઈ હોય તો કરે જ.
રાઈ પહેલું કે દેવસિય ? આ પ્રથમ ઇંડુ પહેલાં કે મરઘી ? અન્યોન્યાશ્રયીમાં કોણ પહેલું અને બીજું કોણ તેનો નિર્ણય કરી શકાય તેમ નથી. તીર્થકરો સૂત્રથી અને ગણધરો અર્થથી આગમની રચના કરે છે. ગણધરોના મસ્તક પર વાસક્ષેપ નાંખી તેઓને તેમના કાર્ય માટે મહોર મારે છે. આ કાર્ય રાતે નહિ પણ દિવસે જ થાય તેથી ગણધરો પ્રતિક્રમણ પ્રથમ દેવસિય કરે અને તે પછી જ રાઈ કરે.
સંધ્યાકાળ એટલે આવતા અને જતા સમયનો સંગમકાળ તેથી અનંતજ્ઞાનીઓએ ધર્મની આરાધના માટેનો આ કાળ શ્રેષ્ઠ કહ્યો છે. આરાધના માટે શેષ કાળ કરતાં આ કાળ અધિક સહાયક થાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org