________________
પાંચમો અને છઠ્ઠો આરો
જૈનદર્શન પ્રમાણે પ્રત્યેક પુદ્ગલ પરાવર્તમાં અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી વ્યતીત થઈ જાય છે. પ્રત્યેક છ છ આરાઓ હોય છે અને પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણી ૧૦ ક્રોડાકોડ સાગરોપમની હોય છે.
જૈનોના પર્વોમાં સર્વશ્રેષ્ઠ પર્વને પર્વાધિરાજ પર્યુષણ કહેવાય છે. આ પર્વ દરમ્યાન કલ્પસૂત્રનું વાંચન કરાય છે. આ મહાન સૂત્રમાં શ્રી સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ કહેલ ઉત્કૃષ્ટ કોટિના આચારને, ઉત્કૃષ્ટ કોટિના સંયમ અને તપને, ઉત્કૃષ્ટ કોટિએ આચરી પોતાના આત્માને પરમાત્મા બનાવનારા શ્રી તીર્થકર દેવોના પરમાત્મા બનવાની પ્રેરણા આપનારાં પવિત્ર જીવનચરિત્રો છે; તથા શ્રી તીર્થંકર પરમાત્માઓએ કહેલા ઉચ્ચ કોટિના સંયમતપનિષ્ઠ જીવનને જીવનારા સ્વાર કલ્યાણ કરનારા આચાર્યાદિ મહાન ગુરુદેવોનાં જીવનચરિત્રો છે. તેમ જ આત્માને પરમાત્મપદ અપાવનારી એવી શ્રી સાધુ ભગવંતોની આચાર પ્રણાલિકા એટલે કે સાધુ-સમાચારી છે.
કલ્પસૂત્ર શબ્દમાં જે “કલ્પશબ્દ છે તેના અનેકાર્થોમાંથી અહીં તેનો એક અર્થ “સાધુસંતોનો આચાર' અભિપ્રેત છે. તેના ૧૦ પેટા ભેદોમાંથી આઠમો કલ્પ તે “પ્રતિક્રમણ' કલ્પ છે.
પ્રતિક્રમણ કલ્પ પ્રમાણે પ્રથમ અને અંતિમ ૨૪ તીર્થકરોનાં સાધુ-સાધ્વીઓને દોષ લાગે કે ન લાગે તો પણ દેવસિક અને રાઈ પ્રતિક્રમણ સાંજે અને સવારે અવશ્ય કરવાનાં હોય છે. તેમજ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણો પણ અવશ્ય કરવાનાં હોય છે. ૨૪ તીર્થકરોમાંથી મધ્યના ૨૨ તીર્થકરોના વારાના સાધુ-સાધ્વીઓને દોષ લાગે તો સાંજે દેવસિક અને સવારના રાઈ પ્રતિક્રમણ કરવાનાં હોય; દોષ ન લાગે તો દેવસિક કે રાઈ કરવાના હોતા નથી. તેમને પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ પણ કરવાનાં હોતાં નથી. તેઓ સરળ, સંનિષ્ઠ ચિત્તવ્યાપારવાળા હોવાથી આવી વ્યવસ્થા કરવામાં આવી છે.
બંને રાઈ તથા દેવસિક પ્રતિક્રમણની સમય મર્યાદા એકસરખી ૪૮ મિનિટની છે. બંનેનો પ્રારંભ સરખી સામયિક લેવાની વિધિથી કરાય છે. છ આવશ્યકોનાં નામો આ પ્રમાણે છેઃ સામયિક, ચઉવિસ્મથો, વાંદણા, પડિક્કમણું, કાઉસ્સગ્ન અને પચ્ચકખાણ. એમાં પ્રતિક્રમણ ચોથા સ્થાને છે. સાધુ-સાધ્વીઓએ ઉપર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org